કંગનાનો મહેશ ભટ્ટ પર હુમલો, સોની રાજદાને આપ્યો આ જવાબ

  0
  2

  સુશાંતસિંહ કેસના મોત અંગે એઈમ્સનો રિપોર્ટ આવ્યો છે, જેમાં અભિનેતાએ ફાંસી લગાવી છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટૂંકમાં સુશાંત આત્મ હત્યા કરી છે અને તેની હત્યા થઈ નથી તેવું તારણ આપવામાં આવ્યું છે. આ અહેવાલ બહાર આવ્યા બાદ કંગનાએ ટવિટ કરીને ફરી એકવાર આ કેસ અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. બોલિવૂડ ડિરેક્ટર અને પ્રોડ્યુસર મહેશ ભટ્ટની પત્ની અભિનેત્રી સોની રાજદાને કંગનાની ટવિટને લઈને જવાબ આપ્યો છે. સોનીએ ટવિટમાં કંગનાનું નામ લીધા વિના એક પોસ્ટ શેર છે.

  કોઈ વ્યક્તિ ઉઠતાની સાથે જ આત્મ હત્યાનો નિર્ણય લેતો નથી

  સોનીએ ટવિટમાં લખ્યું છે કે, જે કોઈપણ વ્યક્તિ એમ માની રહ્યું છે કે કોઈ વ્યક્તિ ઉઠતાની સાથે જ આત્મ હત્યાનો નિર્ણય લેતો નથી. હું આ સાથે સંમત છું કોઈ એવું કરતું નથી. આ જ આખો મુદ્દો છે. તેઓ લાંબા સમયથી પીડાતા હોય છે, ઘણું સહન કર્યું હોય છે, ત્યાબાદ જ તેઓ આ પ્રકારનું પગલું ભરવાનો નિર્ણય કરે છે.

  મહેરબાની કરીને  મેન્ટલ હેલ્થને ઓછી આંકવામાં ન આવે

  સોનીએ બીજું એક ટવિટ પણ કર્યું જેમાં લખ્યું હતું કે, મહેરબાની કરીને  મેન્ટલ હેલ્થને ઓછી આંકવામાં ન આવે. આને કોઈ રોગ તરીકે સમજવું મહત્વપૂર્ણ છે. તેનાથી ભાગશો નહીં કે સારવાર કરવામાં શરમાશો નહીં. આમ કરીને તમે તમારું જીવન બચાવી શકો છો.

  વાન અને અદભૂત માણસ એમ જ એક દિવસ ઉભા થઈને પોતાને મારી નથી નાખતા

  એઈમ્સનો રિપોર્ટ આવ્યા બાદ કંગનાએ ટવિટ કર્યું હતું કે ‘યુવાન અને અદભૂત માણસ એમ જ એક દિવસ ઉભા થઈને પોતાને મારી નથી નાખતા. સુશાંતે કહ્યું હતું કે તેને પરેશાન કરવામાં આવ્યો હતો. તેને તેની જાનનો ખતરો હતો. તેણે કહ્યું હતું કે ફિલ્મ માફિયાઓએ તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. બળાત્કારના ખોટા આરોપથી તે માનસિક રીતે ખૂબ  પ્રભાવિત થયો હતો.

  અમને કેટલાક પ્રશ્નોના જવાબો જોઈએ

  ત્યારબાદ કંગનાએ અન્ય એક ટવિટમાં લખ્યું કે, અમને કેટલાક પ્રશ્નોના જવાબો જોઈએ છીએ. પહેલો એ કે સુશાંતે કહ્યું કે મોટા પ્રોડક્શન હાઉસે તેના પર પ્રતિબંધ મૂક્યો છે. અમારે જાણવું છે કે તે લોકો કોણ હતા? બીજું, મીડિયાએ તેના બળાત્કારી હોવા અંગેના ખોટા સમાચાર કેમ ફેલાવ્યા?

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here