કંગનાએ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બાઈડેનને ગજની ગણાવ્યા, કહ્યું કે- તેઓ એક વર્ષથી વધારે ટકી શકશે નહીં

0
124


કંગના રનૌતે અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બાઈડનની જીત પર કટાક્ષ કર્યો છે. તેમણે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિને ગજની ગણાવ્યા છે અને લખ્યું છે કે તેઓ એક વર્ષ પણ પૂરું કરી શકશે નહીં. તે ઉપરાંત કમલા હેરિસની જીત પર ખુશી પણ વ્યક્ત કરી, જે અમેરિકાની પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બની.

કંગનાએ પોતાના ટ્વિટમાં લખ્યું છે ‘ગજની બાઈડેનનો કોઈ વિશ્વાસ નથી, જેનો ડેટા દર પાંચ મિનિટમાં ઉડી જાય છે. ઘણી બધી દવાઓ તેમને ઈન્જેક્ટ કરવામાં આવે છે. તેઓ એક વર્ષ કરતા વધારે નહીં ટકી શકે. સ્પષ્ટ છે કે ફક્ત કમલા હેરિસ જ શો ચલાવશે. જ્યારે એક મહિલા આગળ આવે છે તો તે દરેક મહિલાઓ માટે રસ્તો બનાવે છે. આ ઐતિહાસિક દિવસની ઉજવણી કરો. ’

આમિરની ફિલ્મનું નામ હતું ‘ગજની’
કંગનાએ તેના ટ્વિટમાં જે ગજની શબ્દનો ઉપયોગ કર્યો છે તે હકીકતમાં આમિર ખાન સ્ટારર ફિલ્મ છે, જે 2008માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં આમિરે જે ભૂમિકા નિભાવી હતી, તેમાં તે દર પાંચ મિનિટમાં પોતાની યાદશક્તિ ભૂલી જાય છે.

સોશિયલ મીડિયા યુઝર્સનું રિએક્શન
કંગનાની પોસ્ટને લઈને ઘણા સોશ્યલ મીડિયા યુઝર્સે તેને ટ્રોલ કરી છે. એક યુઝરે લખ્યું કે, ‘આ મહિલાને ખરેખર સારવારની જરૂર છે. જે ભાજપને સપોર્ટ નથી કરતી, તે તેનું નામ આગળ રાખી રહી છે. બાઈડન-ગજની, મુંબઈ-Pok, બોલિવૂડ ગટર, ખેડૂત-આતંકવાદી. ગેટ વેલ સૂન.

એક યુઝરની કમેન્ટ છે, ‘મહેરબાની કરીને અમેરિકાના રાજકારણની મજાક ન ઉડાવો. તમે અમારા જેવા લોકોની લાગણીઓને સમજી શકશો નહીં જે હકીકતમાં અહીં રહે છે. દેશને સુધારવાનો પ્રયાસ કરી રહેલા પ્રામાણિક વ્યક્તિ માટે ગજની એ યોગ્ય શબ્દ નથી.””તેમનો ઇતિહાસ અને વેદના જાણો. તેઓએ પોતાનો પરિવાર સુધી ગુમાવ્યો છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here