ઓસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ પડી, આરોન ફિન્ચ શૂન્ય રને સુંદરનો શિકાર થયો

0
52

ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ત્રણ T-20 સીરિઝની અંતિમ મેચમાં સિડની ખાતે 3 ઓવરમાં 1 વિકેટે 16 રન કર્યા છે. સ્ટીવ સ્મિથ અને મેથ્યુ વેડ બેટિંગ કરી રહ્યા છે. 

આરોન ફિન્ચ શૂન્ય રને વી. સુંદરની બોલિંગમાં મીડ-ઓફ પર હાર્દિક પંડ્યાના હાથે કેચ આઉટ થયો હતો.

ભારતે ટોસ જીતીને બોલિંગ લીધી
ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઇન્ડિયાએ પોતાની પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમમાં કેપ્ટન આરોન ફિન્ચની વાપસી થઇ છે. તે ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસની જગ્યાએ રમી રહ્યો છે.

સ્ટેડિયમમાં 100% ફેન્સને અનુમતિ
ઓસ્ટ્રેલિયાની ન્યૂ સાઉથ વેલ્સ સરકારે એક નવો પ્રોટોકોલ જારી કર્યો છે. તેના અનુસાર હવે લોકોને બધે ફરવાની છૂટ છે. તેમજ સરકારે સ્ટેડિયમમાં પણ 100% ફેન્સને એન્ટ્રીની અનુમતિ આપી દીધી છે. કોરોના પછી આ પ્રથમ ક્રિકેટ મેચ છે, જેમાં 100% ફેન્સ સ્ટેડિયમમાં પહોંચીને મેચ જોઈ રહ્યા છે. આ પહેલાં 50% ફેન્સને જ પરવાનગી હતી.

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11: આરોન ફિન્ચ (કેપ્ટન), મેથ્યુ વેડ (વિકેટકીપર), સ્ટીવ સ્મિથ, મોઝેઝ હેનરિક્સ, ગ્લેન મેક્સવેલ, ડાર્સી શોર્ટ, ડેનિયલ સેમ્સ, સીન એબોટ, મિચ સ્વેપ્સન, એડમ ઝામ્પા અને એન્ડ્રુ ટાઈ

ભારતની પ્લેઈંગ 11: શિખર ધવન, લોકેશ રાહુલ (વિકેટકીપર), વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, દિપક ચહર, શાર્દુલ ઠાકુર અને ટી. નટરાજન

ભારત પાસે બીજીવાર ઓસ્ટ્રેલિયાનો તેના જ ઘરઆંગણે વ્હાઇટવોશ કરવાનો મોકો
જો ટીમ ઇન્ડિયા આ મેચ જીતે છે તો તે ઓસ્ટ્રેલિયાનો તેના જ ઘરઆંગણે બીજીવાર વ્હાઇટવોશ કરશે. આ પહેલાં ભારતે જાન્યુઆરી 2016માં કાંગારૂનો 3-0થી વ્હાઇટવોશ કર્યો હતો.

ભારતીય ટીમ છેલ્લી 9 T-20 મેચથી અજેય છે. જો ટીમ ઇન્ડિયા આ મેચ જીતે છે તો સતત 10 T-20 જીતનાર વર્લ્ડની ત્રીજી ટીમ બની જશે. આ મામલે ભારત પાકિસ્તાનને પાછળ છોડી દેશે. T-20 ઇન્ટરનેશનલમાં સતત સૌથી વધુ મેચ જીતવાના મામલે પ્રથમ અને બીજા સ્થાને અફઘાનિસ્તાનની ટીમ છે.

T-20માં સતત સૌથી વધુ મેચ જીતનાર દેશ:

ટીમસતત T-20માં જીતવર્ષ
અફઘાનિસ્તાન122018-19
અફઘાનિસ્તાન112016-17
પાકિસ્તાન092018
ભારત09*2020

ભારત પાસે સતત ત્રીજી સિરીઝમાં વ્હાઇટવોશ કરવાની તક
ટીમ ઇન્ડિયા પાસે સતત પાંચમી T-20 સિરીઝ જીતવાની તક છે. અજેય રહેવાની વાત કરીએ તો ટીમ ઇન્ડિયા છેલ્લી 6 સિરીઝથી હારી નથી. ટીમ પાસે સતત ત્રીજી સિરીઝમાં વિરોધી ટીમનો વ્હાઇટવોશ કરવાનો મોકો છે. આ પહેલાં ભારતે આ વર્ષે જાન્યુઆરીમાં શ્રીલંકાને 2-0 અને ન્યૂઝીલેન્ડને 5-0થી હરાવ્યું હતું.

ભારત 12 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં T-20 સિરીઝ હાર્યું નથી
ઓસ્ટ્રેલિયામાં ટીમ ઇન્ડિયાનો T-20 રેકોર્ડ ઘણો સારો રહ્યો છે. છેલ્લાં 12 વર્ષથી ટીમ ઇન્ડિયા અહીં કોઈ બાઈલેટરલ સિરીઝ હારી નથી. આ પહેલાં ભારતીય ટીમે ફેબ્રુઆરી 2008માં ઓસ્ટ્રેલિયા સામે તેના ઘરઆંગણે T-20 સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here