ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોનું ચોંકાવનારૂ રિસર્ચ:રોજ એક ઈંડું ખાઓ છો તો ડાયાબિટીસ થવાનું જોખમ 60% વધી જશે

0
43

જો તમે રોજ એક ઈંડું ખાઓ છો તો ટાઈપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ 60% વધી જાય છે. આ દાવો ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચમાં કર્યો છે. વૈજ્ઞાનિકોએ ઈંડાં અને બ્લડ શુગર વચ્ચે કનેક્શન શોધ્યું છે. ચીનના 8,545 લોકો પર થયેલી સ્ટડી કહે છે કે, ડાયટમાં ઈંડાંનું પ્રમાણ વધી જાય છે તો બ્લડ શુગર લેવલ વધી જાય છે.

લાંબા સમયથી ઈંડાં ખાતા લોકો પર વધારે જોખમ
રિસર્ચ કરનારી યુનિવર્સિટી ઓફ સાઉથ ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, ઈંડાં બાફેલા ખાઓ કે ફ્રાય કરીને ખાઓ તે શુગર લેવલ વધારે છે. રિસર્ચ કરનારા વૈજ્ઞાનિક ડૉ. મિંગ લીએ કહ્યું કે, ડાયટ જ એવી વસ્તુ છે જે ટાઈપ ડાયાબિટીસ વધારે છે પરંતુ તેને કંટ્રોલ કરીને બ્લડ શુગર ઘટાડી શકાય છે.

આ રીતે થયું રિસર્ચ

  • બ્રિટિશ જર્નલ ઓફ ન્યૂટ્રીશનમાં પબ્લિશ રિસર્ચ પ્રમાણે, આ સ્ટડી ચીનમાં કરી. રિસર્ચમાં ખબર પડી કે, અહિના લોકો અનાજ અને શાકભાજી છોડીને ડાયટમાં મીટ, સ્નેક્સ અને ઈંડાંનો વધારે ઉપયોગ કરે છે.
  • 1991થી 2009 દરમિયાન ચીનમાં ઈંડાં ખાનારા લોકોની સંખ્યા બેગણી થઇ ગઈ. 1991થી 93 વચ્ચે લોકોના ડાયટમાં ઈંડાંનું પ્રમાણ માત્ર 16 ગ્રામ હતું. 2000થી 2004 દરમિયાન તે વધીને 26 ગ્રામ થઇ ગયું. 2009 સુધી તે 31 ગ્રામ સુધી પહોંચી ગયું.
  • વૈજ્ઞાનિકોએ 1991થી આ 8,545 લોકોની ઈંડાં ખાવાની આદત રેકોર્ડ કરી. 2009માં તેમનો બ્લડ શુગર ટેસ્ટ કર્યો.
  • રિસર્ચમાં ખબર પડી કે, જે લોકોએ 38 ગ્રામ ઈંડાં રોજ ખાધા તેમને ડાયાબિટીસ થવાનું રિસ્ક 25 ટકા વધી ગયું.
  • જે લોકોએ 50 ગ્રામ કે તેનાથી વધારે ઈંડાં ખાધા તેમને આ જોખમ 60% સુધીનું હતું.

રિસર્ચ પર પ્રશ્નો
ડૉ. મિંગ લીએ કહ્યું કે, ઈંડાં અને ડાયાબિટીસ વચ્ચે કનેક્શન ચર્ચાનો વિષય છે પણ અમારું રિસર્ચ દેખાડે છે કે લાંબા સમયથી ઈંડાં ખાઈ રહ્યા છો તો ડાયાબિટીસનું જોખમ વધે છે. ફૂડ એક્સપર્ટને આ રિસર્ચ માન્ય નથી. તેમનું કહેવું છે કે, રિસર્ચ દરમિયાન ભોજન સાથે જોડાયેલા અમુક ફેક્ટરની અવગણના કરવામાં આવી છે.

યુનિવર્સિટી ઓફ સાઉથમ્પટનના ન્યૂટ્રીશનિસ્ટ ડૉ. જુલિએટે કહ્યું કે, રિસર્ચના પરિણામ ભ્રમમાં મૂકનારા છે. જે લોકો ઈંડાં ખાય છે તેમનું ડાયટ સારું નથી. તેઓ ફાસ્ટ અને ફ્રાય ફૂડ ખાય છે આથી તેમનામાં લિપિડનું પ્રમાણ વધેલું હોય છે. આથી તેમનો બોડી માસ ઇન્ડેક્સ વધારે હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here