ઓનલાઈન લગ્નનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, આ પરિવારે તો મહેમાનોના ઘરે પહોંચાડ્યું લગ્નનું જમવાનું

0
41

કોરોના કાળમાં પણ દેશભરમાં લગ્ન કરવામાં આવી રહ્યા છે. એવુ લાગી રહ્યું છે કે સૌથી વધાર લગ્ન 2020માં થયા છે. આમ પણ કોરોના (Corona)ના પગલે લગ્નના રિત રીવાજમાં બદલાવ થયો છે. જેમ કે ક્યાંક વર વધુ પીપીઈ (PPE) કીટમાં જોવા મળ્યા. તો ક્યાંક મહેમાનો વગર જ લગ્ન યોજવામાં આવ્યા. ત્યારે હવે ઓનલાઈન વેડિંગ (Online Wadding)નું પણ પ્રમાણ વધી રહ્યું છે. હવે સંબંધીઓ ઘરે બેઠા જ ઓનલાઈન પ્રસંગમાં હાજરી આપે છે. હવે તો એક લગ્ન વાળાએ તો હદ કરી દીધી. ઓનલાઈન લગ્નમાં જોડાયેલા લોકોને જમવાનું પણ તેના ઘરે ડિલીવર (Delivery) કરી દીધું છે. અને આ આઈડિયા લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. કેરળમાં એક પરિવારે ‘Kalyana Sappadu’ (લગ્નનું જમવાનું) સંબંધીઓના ઘરે મોકલી આપ્યું હતું. તેણે દરેક મહેમાનને ચાર રંગીન બેગ અને કેળાના પાન મોકલી આપ્યા હતા. આ ખાસ ટ્રેન્ડની સાથે જોડાયેલા કેટલાક ફોટો સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ થઈ રહ્યા છે. જુઓ PHOTOS..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here