સલમાન ખાનની ફિલ્મ ‘લકી. નો ટાઇમ ફોર લવ’ તમને યાદ છે. આ ફિલ્મમાં હિરોઇન તરીકે સ્નેહા ઉલ્લાલે કામ કર્યું હતું તે તમને યાદ છે? સ્નેહાએ 2005માં ફિલ્મ ‘લકી’ થી ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો અને એ વખતે ખૂબ ચર્ચામાં રહી હતી. પહેલી વાત તો એ હતી કે, સ્નેહા એ વખતે સલમાન ખાનની ફિલ્મથી કારકિર્દીનો પ્રારંભ કરનારી હતી. બીજું કારાણ હતું તેનો ચહેરો. એ વખતે તેની સરખામણી ઐશ્વર્યા રાય સાથે કરવામાં આવતી હતી. લોકોમાં એવી ચર્ચા હતી કે, સ્નેહા ઉલ્લાલેનો ચહેરો ઐશ્વર્યા રાય સાથે બિલકુલ મળતો આવે છે. જોકે, ના તો આ ફિલ્મ ચાલી કે ના તો સ્નેહા ઉલ્લાલ આ ફિલ્મ બાદ કાંઇ કરી શકી.
સરખામણી ઐશ્વર્યા રાય સાથે થઈ શકે
હવે આટલા વર્ષ બાદ સ્નેહા ઉલ્લાલે તેની સરખામણી ઐશ્વર્યા સાથે થતી હતી તે અંગે મૌન તોડ્યું છે. તેણે આ અંગે પોતાનું નિવેદન જારી કર્યું છે. એક સમાચાર સંસ્થા સાથે વાત કરતાં તેણે જણાવ્યું હતું કે, હું મારા ચહેરા અને ત્વચાથી સંપૂર્ણપણે સંતુષ્ટ છું. એ તમામ સરખામણીએ મને જરાય પરેશાન કરી નથી. હકીકતમાં તો એ એક પીઆર રણનીતિ હતી કે, મને એવી રીતે રજૂ કરવામાં આવે જેથી મારી સરખામણી ઐશ્વર્યા રાય સાથે થઈ શકે.
ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યું
ખરેખર તો એ વખતે તમામ બાબતો માત્ર અને માત્ર સરખામણી પર જ આધારિત હતી પરંતુ હકીકતમાં આવું કાંઈ હતું જ નહીં. સ્નેહાએ તાજેતરમાં જ ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યું છે. તે ઝી5 પર રિલીઝ થયેલી ફિલ્મ એક્સપાયરી ડેટમાં જોવા મળી રહી છે.
[WP-STORY]