એસ.પી. બાલા સુબ્રહમણ્યમની જાણી અજાણી વાતો

0
78

૨૫-૯-૨૦ના રોજ ગાયક એસ પી બાલા સુબ્રહ્મણ્યમનું  ૭૪ વરસની વયે કોરોનાની લપેટમાં આવ્યા પછી નિધન થયું હતું. ૫૦ દિવસ સુધી ગાયકે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા હતા અને અંતે મોત તેમને ભરખી ગયું. હિંદી સિનેમાંમાં તેમણે અગણિત ગીતો ગાયા હતા તેમણે સલમાન માટે ઘણા ગીતો ગાયા હોવાથી તે સમયે તેઓ વોઇસ ઓફ સલમાન તરીકે પણ ઓળખાતા હતા. 

– તેમનો જન્મ ૪ જુન ૧૯૪૬ના રોજ આંધ્ર પ્રદેશના બેગલોના મૂલપેટમાં થયો હતો. 

– તેમના પિતાનુંનામ એસપી સમ્બમૂર્તિ હતું અને તેઓ હરિકથા કલાકાર હતા. તેમજ નાટકોમાં પણ કામ કરતા હતા. બાલા સુબ્રહ્મણ્યમને પાંચ બહેનો અને  બે ભાઇ હતા. તેમની પત્નીનું નામ સાવિત્રી છે. 

– બાલાસુબ્રહ્મણ્યમના પત્રનું નામ પીબી ચરણ અને પુત્રીનું નામ પલ્લવી છે. 

– યુવાન હતા ત્યારે તેઓ એન્જિનિયર બનવા માંહતા હતા. પરંતુ તેમના પર પરિવારજની જવાબદારી પણ હતી. તેમણએ આંધ્રપ્રદેશના અબંતપુરની જવાહરલાલ નહેરુ ટેકનોલિજિકલ યુનિવર્સિટિમાં ેડમિશન પણ લીધું હતું. એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા તેમની તબિયત ્ અચાનક બહુબગડી ગઇ હતી અને તેમને અભ્યાસ અધવચ્ચેથી છોડી દેવો પડયો હતો. 

– તેમને ગાવાનો બહુ શોખ હતો તેમજ તેઓ સંગીત પણ શીખી રહ્યા હતા. અભ્યાસ છોડયા પછી તેમણે પોતાનું ધ્યાન સંગીત પ્રત્યે જ આપ્યું અને ૧૯૬૬માં ૨૦ વરસની વયે તેમણે ફિલ્મમાં ગીત ગાઇને સંગીતની કારકિર્દી શરૂ કરી. 

– તેમણે પોતાની કારકિર્દીમાં ૪૦૦૦૦થી પણ અધિક ગીતો ગાયા છે. એટલું જ નહીં તેમણે તેલુગુ, તમિલ, કન્નડ, હિંદી અને મલયાલમ ભાષામાં પણ ગીતો ગાયા છે. 

– આઠમી ફેબુ્રઆરી ૧૯૮૧ના રોજ સવારના નવ વાગ્યાથી લઇ રાતના નવ વાગ્યા સુધી ૧૨ કલાકમાં ૨૧ કન્નડ ગીતોનો રેકોર્ડ કર્યો હતો. 

– એક જ દિવસમાં ૧૯ તમિલ ગીતો અને ૧૬ હિંદી ગીતો ગાઇને પણ રેકોર્ડ બનાવ્યો છે. 

– ૧૯૮૯માં  મૌંને પ્યાર કિયાનું ગીત દિલ દીવાના બિન સજના કે માને ના ગીત માટે બેસ્ટ મેલ પ્લે બેકનો એવોર્ડ મળ્યો હતો. 

– લતા મંગેશકર સાથે દીદી તેવા દેવર દીવાના માટે ફિલ્મ ફેયર વિશેષ એવોર્ડ મેળવ્યો. 

– ૨૫ વખત આંધ્ર સરકાર દ્વારા તેલુગુ સિનેમામાં બન્દી પુરસ્કાર મેળવ્યા. 

– બપ્પી લહેરીએ તેમને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતુ ંકે, બાલા સુબ્રહ્મણ્યમ એક વખતમાં જ ગીત શીખી લેતા હતા.

– જ્યારે લલિત પંડિતે કહ્યું હતું કે, કિશોર કુમારને ટક્કર આપનાર તે એક માત્ર ગાયક હતા.

તેમના લોકપ્રિય હિંદી ગીતો

* બહુત પ્યાર કરતે હૈ તુમકો સનમ

*તેરે મેરે બીચમેં કૈસા હે યે બન્ધન

*હમ બને તુમ બને એક દુજે કે લિયે

*મેરે જીવન સાથી પ્યાર કિયે જા

*હમ તુમ દોનો જબ મિલ જાયેંગે

*ઓહ મારિયા

*મેરે રંગ મેં રંગને વાલી

*દીદી તેરા દેવર દીવાના

*જિયે તો જિયે કૈસે

*સાથિયા તુને ક્યા કિયા

*તુમસે મિલને કી તમન્ના હૈ

*દિલ દીવાના બીન સજનાકે

*પહેલા પહેલા પ્યાર હૈ

*બહુત પ્યાર કરતે હૈ તમુકો સનમ

*વાહ વાહ રામજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here