એસ.પી.બાલાસુબ્રમણ્યમને ભારત રત્ન આપવાની માગ, કમલ હસન સહિત અનેક લોકોનું મળ્યુ સમર્થન

0
45
  • એસ.પી.બાલાસુબ્રમણ્યમને ભારત રત્ન આપવાની માગ, કમલ હસન સહિત અનેક લોકોનું મળ્યુ સમર્થન

હાલમાં સંગીત જગતના મહાન સિંગર એસ.પી.બાલાસુબ્રમણ્યમ આપણે ગુમાવ્યા છે. ચાહકો હજુ પણ તેમના નિધનના દુઃખથી બહાર નથી આવ્યા. આ વચ્ચે સોશિયલ મીડિયા ઉપર આ વાતની માંગ પણ કરવામાં આવી રહી છે કે સિંગરને ભારત રત્નથી સન્માનિત કરવા જોઈએ. મેગાસ્ટાર કમલ હસન સહિત અનેક સ્ટાર્સે સરકાર પાસે માંગ કરી હતી.

બેંગાલુરુના ગિરીશ કુમારે સૌથી પહેલા ઓનલાઈન અરજી દાખલ કરી જેના પછી એક પછી એક અનેક લોકો તેની સાથે જોડાતા ગયા. હવે અરજી દાખલ કરનારા લોકોની સંખ્યા અંદાજીત 35 હજારથી પણ વધુ થઈ ગઈ છે. ગિરીશ કુમારની વાત કરીએ તો તે એસ.પી.બાલાસુબ્રમણ્યમના એફબી ફેનપેજના એડમીન પણ છે. તેણે કહ્યુ કે એસ.પી. સર મારા આઈડલ છે. હું તેમના સોન્ગ સાંભળી જ મોટો થયો છું અને આ મારા જીવનનો એક ભાગ છે. તે મારુ મનોબળ વધારે છે જ્યારે હું ઉદાસ હોઉ છુ.

માત્ર સામાન્ય લોકો જ નહીં આંધ્રપ્રદેશના સીએમ આય.એ.એસ.જનગ મોહન રેડ્ડીએ આ સંદર્ભમાં પીએમ મોદીને ચિઠ્ઠી પણ લખી જેનું સમર્થન કમલ હસને કર્યું. જણાવી દઈ કે આ પહેલા સંગીત જગતમાં એમ.એસ.શુભાલક્ષ્મી, ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાં, પંડિત રવિ શંકર, લતા મંગેશકર, ભીમસેન જોશી અને ભુપેન હજારિકાને સંગીત જગતમાં આપેલા યોગદાન માટે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે.

25 સપ્ટેમ્બર,2020ના દિવસે એસ.પી.બાલાસુબ્રમણ્યમ જિંદગીથી જંગ હારી ગયા હતા. 4 ઓગસ્ટે તે કોરોના સંક્રમિત થયા હતા. તેના પછી તેને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા. કોરોના નેગેટવ આવ્યા પછી તેમની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો. પરંતુ અચાનક જ ફરી તેની તબીયત બગડી અને સંગીતની દૂનિયાના આ સ્ટાર્સ દરેકની હંમેશા માટે છોડીને જતા રહ્યા.

આ એવોર્ડ મળી ચૂક્યા છે

એસ.પી.બાલાસુબ્રમણ્યમને સંગીતની દૂનિયામાં તેમના યોગદાન માટે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેણે 6 નેશનલ એવોર્ડ પણ જીત્યા છે. આ સિવાયતેને ફિલ્મ ફેર એવોર્ડ અને નંદી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે બાલાસુબ્રમણ્યમને ભારત રત્ન આપવાની માગ ઉપર સરકાર શું નિર્ણય લે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here