એક સમયની ન્યૂરોસાયન્ટિસ્ટ સવિતા શાસ્ત્રીએ ભરતનાટ્યમ માટે કોર્પોરેટ કલ્ચર છોડ્યું, અત્યાર સુધી 5 ખંડમાં 100 લાઈવ શો કરી ખુશીઓ વહેંચી

0
60

જ્યારે તમે કલા પ્રત્યે સમર્પિત થાઓ છો ત્યારે તમે કોઈ અન્ય કામમાં દિલ પરોવી શકતા જ નથી. આવું જ કઈક ન્યૂરોસાયન્ટિસ્ટ સવિધા સાથે પણ થયું. ભરતનાટ્યમ માટે તેણે વર્ષ 2000માં કોર્પોરેટ વર્લ્ડને અલવિદા કહ્યું હતું. સવિતા પોતાની આ કલાને હજુ આગળ વધારવા મહેનત કરી રહી છે. સવિતાનો જન્મ હૈદરાબાદમાં તમિળ પરિવારમાં થયો હતો. મુંબઈ થોડો સમય રહ્યા પછી ચેન્નાઈ જાતિ રહી હતી. તેણે અમેરિકામાં ન્યૂરોસાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી. એક ન્યૂરો સાયન્ટિસ્ટ તરીકે તેણે ઘણા દેશોમાં ન્યૂરો ડિજનરેટિવ ડિસીઝ પર કામ કર્યું.

સવિતાએ વર્ષ 2000માં ડાન્સ શીખવાની શરુઆત કરી હતી. 2008 પછી સવિતા ડાન્સ પ્રોડક્શનમાં પર્ફોમન્સ આપવા લાગી. તેનું સંચાલન તેનો પતિ શ્રીકાંત કરતો હતો. છેલ્લા ત્રણ વર્ષથી ડિજિટલ મીડિયા માટે એક ડાન્સ ફિલ્મ બનાવી રહી છે. સવિતા અને તેના પતિએ ભરતનાટ્યમ શીખવાડવા માટે 1800થી વધારે વિદ્યાર્થીઓની એક કમ્યુનિટી બનાવી અને તેને ‘ઇનર સર્કલ’ નામ આપ્યું. ભરતનાટ્યમને સરળ બનાવવા માટે આ કપલે ઘણા વીડિયો પણ બનાવ્યા છે. આ વીડિયો જોઈએન ભરતનાટ્યમની નાનામાં નાની વસ્તુ શીખી શકાય છે.

નોકરીને બદલે કલાને મહત્ત્વ આપનારી સવિતા અત્યાર સુધી પાંચ ખંડમાં 100 લાઈવ શો કરી ચૂકી છે. અહિ વિતાવેલો સમય તેના માટે યાદગાર સમય છે. સવિતાએ પોતાનો એક યાદગાર કિસ્સો જણાવતા કહ્યું કે, ‘કોલકાતામાં ડાન્સ પર્ફોમન્સ પછી એક મહિલા મને આવીને મળી. તે કેન્સર સર્વાંઈવર હતી. મારા ડાન્સ દરમિયાન તે એટલી ખુશ હતી કે પોતાનું દુઃખ ભૂલી ગઈ. હું મારા ડાન્સના માધ્યમથી લોકોના ચહેરા પર ખુશી લાવી રહી છું.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here