એક્સક્લૂઝિવ:દાંડીયાત્રામાં મહાત્મા ગાંધીજીની સભાના સાક્ષી બનેલાં 6 જિલ્લાનાં 19 વૃક્ષને હેરિટેજ જાહેર કરાશે

0
71
  • કેન્દ્ર સરકારના સરવેમાં 6 જિલ્લાનાં વૃક્ષો લોકેટ થયાં, ભરૂચ જિલ્લાના અંદાજે 125 વર્ષ જૂનાં 6 વૃક્ષ નોંધાયાં

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી દ્વારા વર્ષ 1930માં યોજવામાં આવેલી અમદાવાદના સાબરમતીથી દાંડી સુધીની દાંડીયાત્રા દરમિયાન જે વૃક્ષો નીચે સભા સંબોધી હતી એ વૃક્ષોને હેરિટેજ વૃક્ષો તરીકે વિકસાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન પહેલાં સરવે કરાવાયો હતો.

દાંડીયાત્રાના સમગ્ર રૂટના 6 જિલ્લાનાં 19 વૃક્ષ લોકેટ કરવામાં આવ્યાં છે, જે પૈકી વડોદરા નજીક આવેલા ભરૂચ જિલ્લાનાં ગામો અને વૃક્ષની તપાસ કરવાની જવાબદારી ભરૂચ જિલ્લાના જંગલ ખાતાને સોંપવામાં આવી હતી. જંગલ ખાતા દ્વારા વિવિધ ગામોનાં 6 વૃક્ષ અને રાત્રિરોકાણ કરેલું એક મકાન શોધી ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

આ અંગે ભરૂચના જંગલ ખાતાનાં અધિકારી ભાવનાબેન દેસાઈએ જણાવ્યું હતું કે દાંડીયાત્રાને 90 વર્ષ થઈ ગયાં હોવા છતાં એ સમયનાં ઘટાદાર વૃક્ષો આજે અંદાજે 125-150 વર્ષ થવા છતાં પણ હયાત છે. કેન્દ્ર સરકાર દ્વારા હેરિટેજ વૃક્ષ તરીકે જાહેર થનારાં ભરૂચ જિલ્લાનાં 6 વૃક્ષના નિરીક્ષણ અર્થે આગામી સમયમાં ટીમ મુલાકાત લેશે.

ગાંધીજી જ્યાં જતા ત્યાં તીર્થ બની જતું, રાત રોકાતાં ત્યાં મંદિર બની જતું
“મહાત્મા ગાંધીજી જ્યાં જતા ત્યાં તીર્થ બની જતું અને રાત્રિરોકાણ કરતા ત્યાં મંદિર બની જતું”, જવાહરલાલ નેહરુના આ શબ્દોનું સ્મરણ કરાવતા સાહિત્યકાર ગુણવંત શાહે જણાવ્યું હતું કે જંબુસરમાં પંડિત જવાહરલાલ નેહરુ અને મોતીલાલ નેહરુ ગાંધીજીની સલાહ લેવા આવ્યા હતા. અલાહાબાદનું આનંદ ભવન જાહેર સંસ્થામાં ફેરવી દાનમાં આપવાની ઇચ્છા હતી, જે અંગે ગાંધીજીએ મંજૂરી આપતાં કાર્ય પૂર્ણ કર્યું હતું. જવાહરલાલ નેહરુએ પોતાની આત્મકથામાં આ વર્ણન કર્યું છે. જંબુસરના લોકોને આ ધરોહર અંગે જાણકારી નથી. કોંગ્રેસને માત્ર નેહરુની વાહ-વાહ અને ગુણગાન થાય એમાં જ રસ હતો. આ કાર્ય કોંગ્રેસની સરકાર સમયે જ થવું જોઈતું હતું. સરકારના આ પ્રયાસથી લોકોને માહિતી મળશે અને દેશની ધરોહરનું રક્ષણ થશે.

ભરૂચ જિલ્લામાં કયા વૃક્ષ નીચે સભા કરાઈ હતી?

તાલુકોગામવૃક્ષનું નામ
જંબુસરવેડચવડ
જંબુસરગજેરાવડ
જંબુસરકારેલીવડ
આમોદબુવાવડ
ભરૂચત્રાલસાખાટી આમલી
અંકલેશ્વરરાયમાવડ

કયા કયા જિલ્લાનાં વૃક્ષ લોકેટ થયાં?

  • અમદાવાદ સાબરમતી આશ્રમ
  • ખેડા વાસણા, માતર
  • સુરત દેલાડ, ડિંડોલી, વનઝ
  • નવસારી ખરાડી, દાંડી
  • ભરૂચ કારેલી, વેડચ, ગજેરા, અણખી, બુવા, ત્રાલશા, માંગરોલ
  • આણંદ બોરિયાવી, આણંદ, રાસ, કનકપુરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here