એક્ટ્રેસ નીતુ કપૂર કોરોના પોઝિટિવ, સ્પેશિયલ પ્લેનમાં ચંડીગઢથી મુંબઈ આવ્યાં, ફિલ્મ શૂટિંગ દરમિયાન સંક્રમણ થયું

0
79

એક્ટ્રેસ નીતુ કપૂર કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેઓ ‘જુગ જુગ જિયો’ ફિલ્મના શૂટિંગ માટે ચંડીગઢ ગયા હતા. લક્ષણો દેખાયા પછી તેમનો RT-PCR ટેસ્ટ થયો અને રિપોર્ટ આવ્યા પછી તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ લાવવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે, નીતુ કપૂરની તબિયત હાલ નોર્મલ છે.

ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ‘જુગ જુગ જિયો’નું શૂટિંગ રાજ મહેતા કરી રહ્યા છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે, તેઓ પણ કોરોના પોઝિટિવ થયા છે. ફિલ્મ માં અનિલ કપૂર પણ લીડ રોલમાં છે. તેમનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

બોની કપૂરે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, ‘અનિલ કપૂરનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હાલ ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. સેટ પર હાજર દરેક લોકોનો કોવિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.’

નીતુ એક દિવસ પોતાના રૂમમાં જ રહ્યા
કોવિડ રિઝલ્ટ પોઝિટિવ આવ્યા પછી નીતુ કપૂરે ચંડીગઢમાં પોતાને એક રૂમમાં ક્વોરન્ટીન કર્યા હતા, પણ રણવીરે એક સ્પેશિયલ પ્લેન મોકલીને તેમને મુંબઈ બોલાવી લીધા છે.

રિશી કપૂરના નિધન પછી નીતુની પ્રથમ ફિલ્મ
30 એપ્રિલે રિશી કપૂરના નિધન પછી ‘જુગ જુગ જિયો’ નીતુ કપૂરની પ્રથમ ફિલ્મ છે. નીતુએ શૂટિંગ માટે રવાના થતા સમયે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરી લખ્યું હતું, ‘આ મુશ્કેલ સમયમાં મારી પ્રથમ ફ્લાઈટ. આ જર્નીને લઈને થોડી નર્વસ છું. કપૂર સાહેબ, મારો હાથ પકડવા તમે અહિ નથી પણ મને ખબર છે તમે મારી સાથે જ છો.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here