– ઉત્તર પ્રદેશમાં રેપની ઘટનાઓ વધ્યે જાય છે
– કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યાં હતાં
ઝાંસી તા.12 ઓક્ટોબર 2020 સોમવાર
ઉત્તર પ્રદેશના ઝાંસીમાં એક પોલિટેક્નિક કૉલેજની અંદર સત્તર વર્ષની સગીરા પર ગેંગરેપ થયો હતો. આ છોકરી પોતાની બહેનપણીને મળવા એની કૉલેજ પર ગઇ હતી. ત્યાં અને કેટલાક લોકો જબરદસ્તીથી કૉલેજની અંદર ઘસડી ગયા હતા અને ત્યારબાદ એેના પર ગેંગરેપ થયો હતો.
આ ઘટના ધોળે દિવસે સરકારી પોલિટેક્નિકમાં બની હતી. આ સગીરા પોતાના બૉયફ્રેન્ડ સાથે સ્કૂટી પર ત્યાં ગઇ હતી. કેટલાક લોકોએ એના બૉયફ્રેન્ડ સાથે ખોટેખોટી બોલાચાલી કરી હતી. ત્યારબાદ બૉયફ્રેન્ડને ધમકાવીને છોકરીને કૉલેજની અંદર ઘસડી ગયા હતા. ત્યારબાદ ગેંગરેપ કર્યો હતો અને એની વિડિયો ક્લીપ સુદ્ધાં બનાવી હતી. છોકરીને ધમકી આપી હતી કે આ ઘટનાની ફરિયાદ કરીશ તો આ વિડિયો ક્લીપ અમે ઇન્ટરનેટ પર મૂકી દઇશું.
એક અહેવાલ મુજબ ભારતમાં હવે દર પંદરમી મિનિટે એક રેપ થાય છે. છોકરીઓ સતત ધ્રૂજતી રહે છે. એમાંય છેલ્લા થોડાં સપ્તાહથી તો લગભગ રોજ આવી ગેંગરેપની ઘટના બનતી રહી છે. ખાસ કરીને કદ અને વસતિની દ્રષ્ટિએ સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં આવી ઘટનાઓ વારંવાર બનતી જોવા મળી હતી.