ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગની બહેનની હત્યા થઇ ગઇ? આ તસવીરે ખોલી નાંખ્યું રહસ્ય

0
128

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની શક્તિશાળી બહેન કિમ યો જોંગ લગભગ બે મહિના બાદ ફરી તેના ભાઈ કિમ જોંગ ઉન સાથે જોવા મળી છે. કિમ જોંગ ઉન અને તેની બહેન કિમ યો જોંગે પૂરથી પ્રભાવિત ગામની મુલાકાત લીધી હતી. કિમ જોંગ-ઉને દેશમાં કિમ્હવા કાઉન્ટીના ફરીથી નિર્માણની ગતિની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે આ વર્ષે તોફાન અને અન્ય કુદરતી આફતોએ આપણી સમસ્યાઓ ખૂબ વધારી દીધી છે.

માનવામાં આવે છે કે કિમ જોંગ ઉન બાદ તેમની બહેન નાના કિમ યો જોંગનો નંબર આવે છે. કિમ યો જોંગ પોતાના પરિવારનું એકમાત્ર સભ્ય છે જે સરમુખત્યારની ખૂબ નજીક છે અને રાજકારણમાં સાર્વજનિક ભૂમિકામાં છે. કિમ યો જોંગ હંમેશાં દક્ષિણ કોરિયાને ધમકી આપતી રહી છે. વાવાઝોડા અને પૂરથી ઉત્તર કોરિયામાં ભારે વિનાશ સર્જાયો છે. હજારો મકાનો બરબાદ થઈ ગયા છે અને દેશમાં ખાદ્યાન્નનું સંકટ સર્જાયું છે.

બંને વચ્ચે પાવર શેરિંગને લઈને વિવાદ

અગાઉના અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે કિમ જોંગ ઉન તેમની બહેન કિમ યો જોંગની હત્યા કરાવી શકે છે. કિમના ગાયબ થવા પર તેમની બહેન કિમ યો જોંગના હાથમાં સત્તાની સંપૂર્ણ તાકાત આવી ગઇ હતી. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે હવે જ્યારે કિમ જોંગ ઉન ફરી એકવાર સામે આવી ગયા છે તો બંનેની વચ્ચે પાવર શેરિંગને લઇ વિવાદ વધી રહ્યો છે.

27 જુલાઈથી કિમની બહેન જોવા મળી ન હતી

એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર 27 જુલાઈથી કિમ જોંગની બહેન ક્યાંય પણ જાહેરમાં જોવા મળી નહોતી. એવી આશંકા હતી કે કિમ જોંગ તેની હત્યા કરાવી શકે છે. ઉત્તર કોરિયાના આ સરમુખત્યાર પોતાના હરીફોથી છૂટકારો મેળવવા માટે આવી યુક્તિઓ પહેલાં અપનાવી ચૂક્યો છે. કિમ જોંગ ઉન સરકારી બેઠકોમાં ભાગ લઈ રહ્યો છે. તાજેતરમાં જ ઉત્તર કોરિયાના તોફાનગ્રસ્ત વિસ્તારોમાં ફરતા ફોટો પણ વાયરલ થયા હતા.

કિમની બહેન ચલાવી રહી છે સૌથી શક્તિશાળી વિભાગ

દક્ષિણ કોરિયાના રક્ષામંત્રી જિયોન્ગ કિયોન્ગ-ડૂ એ દાવો કર્યો છે કે શાસક વર્કર્સ પાર્ટીની સેન્ટ્રલ કમિટીમાં કિમ યો-જોંગેને શકિતશાળી વિભાગનો હવાલો સંભાળી લીધો છે. જિયોન્ગે કહ્યું કે કિમનું સત્તાવાર ટાઇટલ ‘ફર્સ્ટ વાઇસ ડાયરેકટર ઓફ ધ ઑર્ગેનાઇઝેશન એન્ડ ગાઇડન્સ ડિપાર્ટમેન્ટ’ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, કિમ અમેરિકા અને દક્ષિણ કોરિયાને લઇ ઉત્તર કોરિયાની રણનીતિઓને પણ જુએ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here