ઉત્તમ ધર્મ : જીભ’તોતડી’ હોય તો ચાલશે,’ તોછડી હોય તો ન ચાલે.

  0
  68

  ‘અહમ્’ એ ‘આત્મા’નું કેન્સર છે

  – લાભ વધે તેમ લોભ વધે, આ જ મનુષ્ય જીવનની નબળાઈ છે.

  – જીવન એટલે ‘સ્મિત અને ‘આંસુ વચ્ચેનું ‘લોલક’.

  – સુખી થવું હોય તો વ્યસન વાસના અને વહેમથી દુર રહેજો.

  – સમજણશક્તિ વધશે તો સહનશક્તિ આપોઆપ આવશે.

  – ભરતી અને ઓટ સાગરમાં હોય, ખાબોચીયામાં નહિ.

  – જીભ’તોતડી’ હોય તો ચાલશે,’ તોછડી હોય તો ન ચાલે.

  – જીભ ગળ્યુ ખાઈને ‘પેટ’ બગાડે, કડવુ બોલીને ‘જીવન’ બગાડે.

  – લાભ વધે તેમ લોભ વધે, આ જ મનુષ્ય જીવનની નબળાઈ છે.

  – કોઈ ભૌતિક સુખ એવું નથી કે, જેમની પાછળ દુઃખ ન ઉભુ હોય.

  – અજ્ઞાાનનો સ્વિકારએ જ્ઞાાનનું પહેલું પગથિયું છે.

  – શરિર માટે ખોરાક જરૂરી છે, આત્મા માટે પ્રાર્થના જરૂરી છે.

  – જીભને જીતનાર, જગતને જીતી શકે.

  – આ દેહને ‘હું’ માનવું એ એક’ભ્રાંતિ’ છે.

  – સ્વાર્થના સૌ સગા છે, પરંતુ સ્વાર્થીને કોઈ સગા હોય નહિ.

  – આ સંસારમાં ‘માલીક’ બનીને નહિ, મહેમાન બનીને રહો.

  – સંસારમાં સર્વત્ર અંધકાર છે. માટે તમે જ તમારો  પ્રકાશ થાય.

  – ભાગ્યનું લોકર’ પુરુર્ષાથની ચાવીથી ખુલી શકે.

  – ‘અહમ્’ એ ‘આત્મા’નું કેન્સર છે.

  – અંતરમુખી બન્યા વિના અંતરયામીની ઓળખ નહિ થાય.

  – ક્ષમા આપવી ઉત્તમ છે. ભુલી જવું વધું ઉત્તમ છે.

  – ચીજ બગડે તો પાલવે, પરંતુ ચિત્ત બગડે તે ન પાલવે.

  – નિવૃતીનો આનંદ સાધનોમાં નહિ, ‘સાધના’માં છે.

  – તન સારૂં રહે ‘તપ’ થકી , મન સારૂં રહે ‘જપ’ થકી.

  – ભીતરનાં ક્ષત્રુઓજ બહારનાં ક્ષત્રુઓ ઉભા કરે છે.

  – વિચાર અને આચાર વચ્ચેનું અંતર ઘટાડવા સત્સંગ જરૂરી છે.

  – બીજાનાં દુઃખમાં ભાગીદાર બનીયે એ જ ઉત્તમ ધર્મ છે.

  – સંકલન : ધનજીભાઈ નડીઆપરા

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here