ઈતિહાસમાં આજે:5 કલાકમાં જ બાબરી મસ્જિદનો વિવાદીત ઢાંચો તોડી પાડ્યો હતો, ત્યારપછી રમખાણમાં 2 હજાર લોકોના મોત થયા હતા

0
56

આજથી 28 વર્ષ પહેલા 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં લાખો કારસેવકોએ બાબરી મસ્જિદનો વિવાદીત ઢાંચો તોડી પાડ્યો હતો. અયોધ્યાની બાબરી મસ્જિદ અંગે સેકડો વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો. ભાજપ નેતા અને પૂર્વ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ રામ મંદિરના નિર્માણ માટે 1990માં આંદોલન શરૂ કર્યું હતું.

5 ડિસેમ્બર 1992ની સવારે જ અયોધ્યામાં વિવાદીત ઢાંચા પાસે કારસેવક આવવાનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. એ વખતે સુપ્રીમ કોર્ટે વિવાદીત ઢાંચા સામે માત્ર ભજન-કિર્તન કરવાની મંજૂરી આપી હતી. પણ આગામી સવારે એટલે કે 6 ડિસેમ્બરે વધુ ભીડ ભેગી થઈ ગઈ અને બાબરી મસ્જિદનો વિવાદીત ઢાંચો તોડી પાડ્યો હતો. કહેવાય છે કે એ વખતે 1.5 લાખથી વધુ કારસેવક ત્યાં હાજર હતા અને માત્ર 5 કલાકમાં જ ભીડે બાબરીનો ઢાંચો તોડી પાડ્યો હતો. સાંજે 5 વાગ્યેને 5 મીનિટે બાબરી તૂટી પડી હતી.

ત્યારપછી દેશભરમાં સાંપ્રદાયિક રમખાણ ઉશ્કેરાયા. આ રમખાણોમાં 2 હજારથી વધુ લોકોના મોત થયા હતા. કેસની FIR નોંધાઈ અને 49 લોકો આરોપી બનાવાયા. આરોપીઓમાં લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, મુરલ મનોહર જોશી, કલ્યાણ સિંહ,ચંપત રાય, કમલેશ ત્રિપાઠી જેવા ભાજપ અને વિહિપ નેતા સામેલ હતા. કેસ 28 વર્ષ સુધી કોર્ટમાં ચાલતો રહ્યો અને આ વર્ષે 30 સપ્ટેમ્બરે લખનઉની CBI કોર્ટે તમામ આરોપીઓને પુરાવા ન હોવાના કારણે છોડી મુક્યા હતા. નિર્ણય વખત સુધી 49માંથી 32 આરોપીઓ જ વધ્યા હતા, બાકી 17 આરોપીઓનું નિધન થઈ ચુક્યું હતું.

આ ઉપરાંત ગત વર્ષે 9 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે જમીનના માલિકી હક અંગે નિર્ણય આપ્યો હતો. આ નિર્ણય હેઠળ જમીનનો માલિકી હક રામ જન્મભૂમિના પક્ષમાં સંભળાવાયો હતો. મસ્જિદ માટે 5 એકર જમીન અલગથી આપવાનો આદેશ આપી દીધો હતો. આ વર્ષે 5 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું હતુ.

આજના જ દિવસે ડો. આંબેડકરનું નિધન
ભીમરાવ રામજી આંબેડકર, જેમને લોકો બાબાસાહેબ આંબેડકરના નામથી પણ ઓળખે છે. 6 ડિસેમ્બર 1956ના રોજ તેમનું નિધન થઈ ગયું હતું. ડો. આંબેડકર જ હતા, જેમણે આપણા દેશનું બંધારણ ઘડ્યું હતું, આજે એમના જ બનાવાયેલા બંધારણ પર આપણો દેશ ચાલી રહ્યો છે. બંધારણ નિર્માતા હોવાની સાથે સાથે. ડો. આંબેડકર આપણા દેશના પહેલા કાયદા મંત્રી હતા.

ડો. આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મધ્યપ્રદેશના મહૂમાં થયો હતો. તે 14 ભાઈ-બહેનોમાંથી સૌથી નાના હતા. ગરીબ પરિવારમાં જન્મેલા આંબેડકરે છૂત અછૂતનો ભારે વિરોધ કર્યો હતો. આ જ વાતના કારણે તેઓ દલિતના નેતા બન્યા હતા.

તેમણે બોમ્બ(હવે મુંબઈ)યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યું. પછી તેમણે અમેરિકાની કોલમ્બિયા યુનિવર્સિટી અને લંડન યુનિવર્સિટીથી માસ્ટર ડિગ્રી હાંસિલ કરી. તેમણે કોલમ્બિયા યુનિવર્સિટીથી PhD પણ કરી.

આઝાદી પછી તેમને કાયદા મંત્રી બનાવાયા. સાથે જ કોન્સ્ટીટ્યૂશન ડ્રાફ્ટિંગ કમિટિના ચેરમેન તરીકે પણ અપોઈન્ટ કરવામાં આવ્યા. ડો. આંબેડકરને ડાયાબિટીસની ફરિયાદ હતી. 6 ડિસેમ્બર 1956ના રોજ ઊંઘમાં જ તેમનું નિધન થઈ ગયું

ભારત અને દુનિયામાં 6 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ નીચે પ્રમાણે છે
1917- ફિનલેન્ડે પોતાને રશિયાથી સ્વતંત્ર જાહેર કર્યું
1921- બ્રિટિશ સરકાર અને આયરિશ નેતાઓ વચ્ચે થયેલી એક સંધિ પછી આયરલેન્ડને એક સ્વતંત્ર રાષ્ટ્ર અને બ્રિટિશ રાષ્ટ્રમંડળનો સ્વતંત્ર સભ્ય જાહેર કરવામાં આવ્યા.
1946- ભારતમાં હોમગાર્ડની સ્થાપના
1956- ભારતીય રાજકારણના મર્મજ્ઞ, વિદ્ધાન શિક્ષાવિદ્ અને બંધારણ નિર્માતા ડો ભીમરાવ આંબેડકરનું નિધન

1978- સ્પેનમાં 40 વર્ષના તાનાશાહી શાસન પછી દેશના નાગરિકોએ લોકતંત્રની સ્થાપના માટે મતદાન કર્યું. આ જનમત સંગ્રહ બંધારણની સ્વીકૃતિ માટે કરાવવામાં આવ્યું હતું.

2007- ઓસ્ટ્રેલિયાની શાળામાં શીખ વિદ્યાર્થીઓને પોતાની સાથે કિરપાણ લઈ જવા અને મુસ્લિમ વિદ્યાર્થીઓને હિજાબ પહેરવાની મંજૂરી આપવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here