ઈજનેરી-ફાર્મસીમાં જમ્મુ-કાશ્મીરના 80 વિદ્યાર્થીને ટેલિફોનિક કાઉન્સેલિંગથી પ્રવેશ

0
47

કોરોનાને લીધે રૂબરૂ કાઉન્સેલિંગમાં ન આવી શકતા પ્રવેશ સમિતિએ પુરતા પ્રયાસો કરી પ્રવેશ ફાળવ્યો

પ્રથમવાર પ્રવેશ સમિતિ દ્વારા આ રીતે પ્રક્રિયા હાથ ધરાઈ

કોરોનાને પગલે જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ ડિગ્રી ઈજનેરી અને ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે રૃબરૃ કાઉન્સેલિંગ માટે હાજર ન રહી શકતા જમ્મુ-કાશ્મીરના નિવાસી તેમજ માઈગ્રન્ટ્સ સહિતના  ૮૦થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ સમિતિએ ઉમદા કામગીરી કરી ટેલિફોનિક કાઉન્સેલિંગ દ્વારા પ્રવેશ ફાળવ્યો છે.

ડિગ્રી ઈજનેરી અને ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં સરકારી ગ્રાન્ટેડ કોલેજો તેમજ ખાનગી કોલેજોમાં ગુજરાત સરકાર અને એમએચઆરડીના નિયમ મુજબ દરેક કોલેજ દીઠ બે-બે રીઝર્વ બેઠકો પર જમ્મુ-કાશ્મીરના માઈગ્રન્ટસ હોય તેવા વાલીઓના સંતાનો તથા કાશ્મીર વેલીમાં રહેતા કાશ્મીરી પંડિતોના સંતાનોને પ્રવેશ ફાળવાય છે. ૨-૨ બેઠકો મુજબ ૨૮૦ જેટલી બેઠકો પર સરકારની એડમિશન કમિટી દ્વારા હાથ ધરાયેલી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત રજિસ્ટ્રેશન બાદ મેરિટમાં સમાવિષ્ટ ૧૦૫ જેટલા વિદ્યાર્થીઓને મેરિટ મુજબ રૃબરૃ કાઉન્સેલિંગ માટે બોલાવાયા હતા.

પરંતુ ૮૦થી વધુ કોરોનાને લીધે અમદાવાદ પ્રવેશ સમિતિ ખાતે રૃબરૃ આવી શકે તેમ ન હતા.પરંતુ પ્રવેશ સમિતિએ સરાહનિય કામગીરી કરતા દરેક વિદ્યાર્થીનો ટેલિફોનિક સંપર્ક કરી મેરિટ મુજબ બ્રાંચ-બેઠકોની સ્થિતિ સમજાવી પ્રવેશ ફાળવ્યો છે.કોરોનામાં પ્રથમવાર એવુ બન્યુ છે કે આટલા બધા રાજ્ય બહારના વિદ્યાર્થીઓને ટેલિફોનિક કાઉન્સેલિંગથી પ્રવેશ ફાળવવામા આવ્યો હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here