ઇમરાન ખાનને માથે તલવાર: પાકિસ્તાનમાં કટ્ટરવાદી સંગઠનો-વિપક્ષ મળી સરકારને ઘેરશે

0
46

પાકિસ્તાનમાંથી ઇમરાન ખાનની સરકાર ઉખાડી ફેકવા માટે વિપક્ષના ગઠબંધનના નેતા તરીકે મૌલાના ડીઝલ તરીકે પ્રખ્યાત ફઝલુર રેહમાનની વરણી કરવામાં આવી છે. તેમને પાકિસ્તાન ડેમોક્રેટિક મુવમેન્ટ (પીડીએમ)ના વડા તરીકે નિમવામાં આવ્યા છે જે પાકિસ્તાનમાં વિપક્ષનું સૌથી મોટુ સંગઠન માનવામાં આવે છે જેમાં અનેક ધાર્મિક સંગઠનો પણ સામેલ છે.

તાલિબાન સમર્થક રેહમાન નિમાયા ગઠબંધનના નેતા

પાકિસ્તાનના વિપક્ષો પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના સુપ્રીમો તેમજ ત્રણ વખત વડા પ્રધાન રહી ચુકેલા નવાઝ શરીફ, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી ચેરમેન બિલાવલ ભુટ્ટો, બલોચિસ્તાન નેશનલ પાર્ટી ચીફ સરદાર અખ્તર ભુટ્ટોએ એક બેઠક યોજી હતી જેમાં મૌલાના રેહમાનને આ પદ માટે નિમવામાં આવ્યા હતા.

ક્વેટા સંમેલન પહેલા રહેમાનને મળ્યું મોટું પદ

ક્વેટામાં આગામી 11મી ઓક્ટોબરે વિપક્ષનું એક મોટુ સમ્મેલન યોજાવા જઇ રહ્યું છે, જેમાં ઇમરાન ખાન સરકારને કેવી રીતે હટાવી શકાય તેની રણનીતિ તૈયાર કરવામાં આવશે. એ પહેલા જ મૌલાના રેહમાનને એક મોટુ પદ સોપવામાં આવ્યું છે.

રેહમાન અગાઉ પણ રહી ચુક્યા છે વિપક્ષના નેતા

ફઝલુર રેહમાન અગાઉ 2004થી 2007 દરમિયાન વિપક્ષના નેતા રહી ચુક્યા છે. તેઓ જમિયતે ઉલેમાએ ઇસ્લામ(એફ) પક્ષના વડા છે, જોકે તેઓને કટ્ટરવાદી નેતાઓનું પણ ભરપુર સમર્થન છે અને તાલિબાન સમર્થક પણ માનવામા આવે છે.

ઇમરાન ખાનના કટ્ટર વિરોધી છે રેહમાન

તેઓને ઇમરાન ખાન અને તેમના પક્ષ પીટીઆઇના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. 2019માં તેઓએ પાકિસ્તાનમાં આઝાદી માર્ચ કાઢી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઇમરાન ખાન સરકારની સામે એકઠા થયા હતા. તેમની આ આઝાદી માર્ચમાં વિપક્ષના હજારો લોકો જોડાયા હતા.

પાકિસ્તાની સરકાર સામે મોટી રણનીતિ

ઘણા દિવસ સુધી તેઓએ ઇમરાન ખાનના રાજીનામા સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું. હવે તેઓને વિપક્ષના સૌથી મોટા ગઠબંધનના નેતા બનાવવામાં આવ્યા છે તેથી આગામી દિવસોમાં ઇમરાન ખાન સરકાર સામે મોટી રણનીતિ ઘડીને પાકિસ્તાનમાં મોટુ આંદોલન કરવામાં આવે તેવી શક્યતાઓ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here