ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટવાની તૈયારી : લોકોને ખસેડવાની કામગીરી શરૂ

0
95

 2968 મીટર ઉંચા માઉન્ટ મેરાપી ફાટતા પાંચ કિમી સુધી ગરમ ગેસના વાદળો સર્જી શકે છે

માઉન્ટ મેરાપી   જ્વાળા મુખી આજે સક્રિય થતાં ઇન્ડોનેશિયાના સત્તાવાળાઓએ ફળદ્રૂપ જમીનના ઢોળાવ પર ં રહેતા લોકોને ખસેડવાની કાર્યવાહી શરૂ કરી હતી.યોગ્યાકર્તાના જ્વાળામુખી અને ભૌગોલિક આપત્તિ પ્રબંધનનના વડા હનિફ હુમૈદાએ ચેતવણી આપતા કહ્યું હતુ ંકે ઇન્ડોનેશિયાનો સૌથી સક્રિય જવાળામુખી મેરાપી ગમે ત્યારે ફાટી શકે છે જેના કારણે ઢોળાવ પર પાંચ કિમી સુધી ગરમ ગેસના વાદળો સર્જાઇ શકે છે.

સૃથાનિક આપત્તિ સંસૃથાના વડા એદી સુસાન્તોએ કહ્યું હતું કે કેટલાક ગામડાઓમાંથી ગર્ભવતી મહિલાઓ, વૃધૃધો અને બાળકો સહિત આશરે 300 લોકોને સલામત સૃથળ સેન્ટ્રલ જાવાના માગેલાંગ ખાતે ખસેડયા હતા.

સુસાન્તોએ કહ્યુૅં હતું કે જ્વાળામુખીના મુખ પાસે  છ કિમી સુધીના વિસ્તારમાં રહેતા લોકોને ખસેડયા હતા. સેન્ટ્રલ જાવા અને યોગયાકર્તાના સત્તાવાળાઓ સિૃથતી પર નજર રાખી રહ્યા છે.સેન્સરમાં સક્રિયતામાં અચાનક વધારો થતા ગુરૂવારે ઇન્ડોનેશિયાની જીઓલોજિકલ એજન્સીએ મેરાપીના એલર્ટમાં  વધારો કર્યો હતો.

અગાઉ જૂન મહિનામાં મેરાપી ફાટતા છ કિમી સુધી રાખ અને ગરમ ગેસના વાદળો બંધાયા હતા. જ્વાળામુખીથી દસ કિમીની અંદર અંદર આશરે અઢી લાખ લોકો વસે છે. જો કે કોઇ જાનહાની થઇ નહતી. 27 કરોડ કરતાં વધુ વસ્તી ાૃધરાવતા ઇન્ડોનેશિયા ટાપુ પેસિફિક રિંગ ઓફ ફાયર પર આવેલું છે. અહીંયા વર્ષમાં અનેક વખતે ભૂકંપ આવે છે અને જ્વાળામુખી ફાટે છે.અહીંયા 120 કરતાં વધુ સક્રિય જ્વાળામૂખી પર્વતો આવેલા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here