ઇન્ટરનેશનલ લેન્ડસ્કેપ ફોટોગ્રાફર 2020 કોન્ટેસ્ટ:આઇસલેન્ડની ‘લાઇફ સ્ટ્રીમ’ ઓવરઓલ ફોટોગ્રાફ ઑફ ધ યર બની

0
48
  • દુનિયાભરની 3,800 એન્ટ્રીમાંથી પસંદગી થઈ

7મા ઇન્ટરનેશનલ લેન્ડસ્કેપ ફોટોગ્રાફર ઑફ ધ યર 2020 કોન્ટેસ્ટનું પરિણામ જાહેર થઇ ગયું છે. દુનિયાભરમાંથી આવેલી 3,800 એન્ટ્રીમાંથી વર્ષનો બેસ્ટ ઓવરઓલ ફોટોગ્રાફ અને બેસ્ટ લેન્ડસ્કેપ ફોટોગ્રાફ પસંદ કરાયા હતા. આ વખતે હોંગકોંગના 24 વર્ષના કેલ્વિન યુએન બેસ્ટ લેન્ડસ્કેપ ફોટોગ્રાફર બન્યા. તેમની 4 તસવીર કોન્ટેસ્ટમાં સામેલ કરાઇ, જ્યારે ઓવરઓલ ફોટોગ્રાફ ઑફ ધ યરનો ખિતાબ જર્મન ફોટોગ્રાફર કાઇ હોરનુંગે જીત્યો.

આઇસલેન્ડની આ તસવીરને કાઇએ ‘લાઇફ સ્ટ્રીમ્સ’ નામ આપ્યું હતું. બીજી તરફ, રશિયાના કમચટકા પેનિનસુલાસ્થિત વિલયુચિક સ્ટ્રાટો જ્વાળામુખીની તસવીર ત્રીજા સ્થાને રહી, જે ઇટાલીના ફોટોગ્રાફર ઇસાબેલા તબાચીએ લીધી છે. ક્રેગ મેક્ગોવનની તસવીર ટોપ 101 તસવીરમાં સામેલ થઇ છે. સિંગલ ઇમેજ કેટેગરીમાં ભારતના દીપાંજન પાલ બીજા અને અમેરિકાના ચાન્સ ઓલરેડ ત્રીજા સ્થાને રહ્યા. નાઇટ સ્કાય અવૉર્ડ કેટેગરીમાં ભારતના હિમાદ્રી ભુયાન વિનર બન્યા.

આર્જેન્ટિનાના ફોટોગ્રાફર યુકેઇ ડુએ લીધેલી આ તસવીર મોન્ટ ફિત્જ રોની છે, જે પેટાગોનિયામાં છે. એ આર્જેન્ટિના અને ચિલીની બોર્ડર પર સ્થિત છે. યુકેઇએ એને ‘ઇમેજ ઓરિયો’ નામ આપ્યું છે. આ તસવીર ટોપ 101 લેન્ડસ્કેપ ફોટોગ્રાફ્સની કેટેગરીમાં સિલેક્ટ થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here