આ નવરાત્રીએ કરો માત્ર આ નાનકડું કામ, નેગેટિવીટી તમારી આજુબાજુ પણ નહીં ફરકે!

    0
    1

    કોરોના રોગચાળાએ આખી દુનિયાને એવી રીતે ઘેરી લીધી છે કે તેનો અંત ક્યારે આવશે એ કાંઈ નક્કી નહીં. વિશ્વભરમાં લાખો લોકો કોરોનાથી મરી ગયા છે. ચારે તરફ બસ કોરોનાને લઈ નકારાત્મક સમાચાર સાંભળવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં નવરાત્રીમાં મા દુર્ગાના આગમનથી વાતાવરણની નકારાત્મકતા ઓછી થઈ શકે છે. તો તેના માટે તમારે અમુક કામો કરવા પડશે.

    નવરાત્રીના પહેલા દિવસે માતાના કળશની સ્થાપના કર્યા પછી ઘરના મુખ્ય દરવાજા પર સ્વાસ્તિકની નિશાની બનાવો અને ત્યારબાદ રોજ તેની પૂજા કરો. ત્યારબાદ નવરાત્રીના 9 દિવસ સુધી માતા દુર્ગાની પૂજા કર્યા પછી મુખ્ય દ્વાર પરના આ સ્વાસ્તિકને લોટામાંથી થોડું થોડું પાણી ચઢાવો અને ત્યારબાદ તેની પૂજા કરો. આ સિવાય જો તમે હજી તમારા મુખ્ય દરવાજા પર ગણેશજીની તસવીર ના લગાવી હોય તો તમે નવરાત્રીના પહેલા દિવસે આ શુભ કાર્ય કરી શકો છો. મુખ્ય દરવાજા પર સ્વાસ્તિક ચિહ્ન બનાવીને ઘરમાં સકારાત્મક વાતાવરણ ઉભું થશે અને નકારાત્મક વાતાવરણ દુર થઈ જશે.

    તમારે નવરાત્રીમાં આ કામ પણ કરવું જોઈએ. તમારે કેરી અને આસોપાલવના પાનથી બનેલા તોરણને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવવા જોઈએ અને તેમાં જો તમે મેરીગોલ્ડ ફૂલનો સમાવેશ કરો તો તે ખૂબ જ શુભ અને ફળદાયી રહેશે. આવું કરવાથી સકારાત્મક ઉર્જા તમારા ઘર તરફ આકર્ષાય છે અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. તમારું અટકેલું કાર્ય પણ ફરી શરૂ થાય એવી માન્યતા છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here