આ દિવાળીએ સફાઇથી બચો, જો કરો તો માસ્ક અને ગ્લવ્ઝ અચૂકપણે પહેરો, અસ્થમાના દર્દી માટે કોરોના વધુ ઘાતક

0
77

તાજેતરમાં દિવાળીના તહેવારના માંડ ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગૃહિણીઓ ઘરને સાફસફાઈના કામમાં વ્યસ્ત બન્યા છે. તબીબ નિષ્ણાતોના જણાવ્યા મુજબ કોરનાને કારણે દિવાળીની સાફસફાઈમાં સાવચેતી રાખવી બહુ જરૂરી છે. મોટી ઉંમરના લોકો જેમને અસ્થમા, હાઈ બ્લડ પ્રેસર અને ડાયાબિટસ હોય છે, તેમણે કોરાના વાયરસથી વધુ જોખમ છે. આવા લોકોને દિવાળીની સફાઈથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

નિષ્ણાંતોના કહ્યા મુજબ ઘરમાં સામાનો પર જામેલી ધૂળ અને ફૂગ કોરોના વાયરસનું સરળ માધ્યમ બની શકે. લોકો ધૂળને ખંખેરે છે, ત્યારે સુક્ષ્મ કણો ફેફસામાં જઈને ઈન્ફેકસ ફેલાવી શકે છે. જેથી માસ્ક, સેફટી કેપ, સેફટી ગોગલ્સ સહિત સાવચેતી રાખવાની જરૂર છે.

વેક્યુમ ક્લિનરનો ઉપયોગ હિતાવહ
ઘરમાં બારીના પળદા, ગાલીચા અને સોફા, મુલાયમ સપાટીને સાફ કરતી વખતે સાબુ અને પાણી અથવા યોગ્ય ક્લિઝરથી સાફ કરવુ જોઈએ. આ વસ્તુની સફાઈ દરમિયાન વેલ્યુમ ક્લિનરનો ઉપયોગ હિતાવહ રહેશે. સફાઈ દરમિયાન ઉપયોગમાં લીધેલ સોલ્યુસનને એક મિનીટ સુધી સપાટી પર રાખવું જેથી કોરોનાનું જોખમ ઘટી શકે.

આલ્કોહોલવાળું સેનેટાઇઝર કારગર
ટેબ્લેટ, ટચ સ્ક્રીન, કિબોર્ડ જેવા ઉપકરણને સાફ કરવા માટે આક્લોહોલ બેઝ સેનેટાઈઝરનો ઉપયોગ કરવામાં આવે. 70 ટકા આલ્કોહોલ સેનેટાઈઝર કોરોના વાયરસ પર અસરકાર હોય છે.

કપડા-ટોવેલ માટે ગરમ પાણી
કપડા અન ટોવલને સાફ કરતી વખતે ગરમ પાણીનો ઉપયોગ કરવો અને સારી રીતે સુકવા દેવું જોઈએ. બીમાર વ્યક્તિના કપડા સફાઈ સમયે હેન્ડ ગ્લોઝનો ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે.

સફાઇ વેળાએ સેફ્ટી ગોગલ્સ પહેરવા આવશ્યક
સેનેટાઇઝિંગ વગર વારંવાર મોઢું, નાક પર હાથ નહિ લાગે તેની તકેદારી રાખવી. પહેલાથી શરીરમાં અસ્થમા, ડાયાબિટીસ જેવા રોગ હોય, કિડની ડીસીઝ, સીઓપીડી હોય, જેના પર કોરોના વધુ અસર કરે છે. આવા લોકોએ ખાસ તકેદારી રાખવી. કોરોના વાઇરસ શરીર, પૃથ્વી સહિત ક્યાં જીવી શકે, તેની ખબર નથી. ત્યારે દરેક ફરજીયાત માસ્ક અને સેનેટાઇઝિંગ કરતા રહેવું. > ડૉ. શબ્બીર રાજકોટવાળા, એમડી, બારડોલી

સફાઇ વેળાએ સેફ્ટી ગોગલ્સ પહેરવા આવશ્યક
ઘરમાં સાફ સફાઈ કરતી વેળા 60 વર્ષથી વધુ ઉંમર, ડાયાબિટીસ, દમના દર્દીઓને દૂર રાખવા. આંખથી પણ કોરોના વાઇરસ થઈ શકે, જેથી સેફટી ગોગલ્સ પણ પહેરવા જોઈએ. શક્ય હોય, પીપીટી કીટ પહેરી સફાઈ કરવું વધુ ફાયદા કારક છે. બને એટલું એક વર્ષ પૂરતી સફાઇ ટાળવી વધુ હિતાવહ છે. કોરોનાથી બચવા માસ્ક, હેન્ડ ગ્લોઝ, સેફટી કેપ અને ગોગલ્સ પહેરવા જોઈએ.> ડૉ. એમ.કે.વ્યાસ, આંખના તબીબ

ઘરની ધૂળ અને જાળામાં પણ વાઇરસ હોઇ શકે
ઘરમાં ધૂળ કે જાળા હોય, જેમાં કિટાણું હોય શકે. જેથી હાથમાં હેન્ડ ગ્લોઝ, મોઢા પર માસ્ક, માથે સેફટી કેપ પહેરવી જોઈએ. હાથ વારંવાર ધોવા જોઈએ. મોઢા તેમજ આંખ પર થોડા થોડા સમયે પકડવા નહીં. કોરોનાથી આ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. > ડૉ. અમૃત પટેલ, મુખ્ય અધિક્ષક, સી.એચ.સી. બારડોલી.

કામની ચાર વાતો : માસ્ક તો અવશ્ય પહેરો​​​​​​​

  • માસ્ક જરૂર પહેરો, જૂના ધૂળવાળા સામાનની સફાઈ કરી રહ્યા હોય, ત્યારે માસ્કને ભીનું કરી લેવું જરૂરી છે. જેથી ધૂળ માસ્કની બહારની સપાટી પર જ ચોંટી જાય શ્વાસમાં ન પહોંચી શકે.
  • સફાઈ વેળા આંખને સુરક્ષા આપે તેવા ચશ્માનો ઉપયોગ કરો. આંખના માધ્યમથી વાઇરસ શરિરમાં પ્રવેશે તો વ્યક્તિ સંક્રમીત થઈ શકે છે. કેમણે એર ડ્રોપલેટ હોય છે.
  • સાફ-સફાઈ દરમિયાન બીમાર વ્યક્તિને અલગ રૂમમાં ખસેડી દેવા જોઈએ, જેથી સફાઇ વેળાએ ધૂળને કારણે તેને ઈન્ફેક્શન ન થઈ શકે.
  • જ્યારે કોઈ વ્યક્તિને છીંક, ઉધરસ ખાય અથવા જોરથી શ્વાસ બહાર કાઢે તો શ્વાસના ડ્રોપલેટમાં વાયરસ હોય છે. જે શ્વાસના માધ્યમથી અન્યના શરિરમાં પ્રવેશી સંક્રમીત થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here