આ ચમત્કારી મંદિરમાં તુલસીના છોડ ગોપીઓ બની કરે છે નૃત્ય, જાણો શું છે રહસ્ય

0
56

વૃંદાવનમાં ભગવાન શ્રીકૃષ્ણનું પ્રખ્યાત મંદિર છે. નિધિવનમાં આવેલું આ મંદિર અનોખું અને ચમત્કારી છે. કહેવાય છે કે આ મંદિરના દરવાજા જાતે જ ખુલે છે અને બંધ થાય છે. માન્યતાઓ અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ પણ અહીં રોજ શયન કરવા આવે છે. મંદિરમાં ભગવાન માટે રોજ શયનકક્ષ તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત મંદિરના કેટલાક રહસ્યો પણ છે. તો ચાલો જાણીએ તેના વિશે.

પલંગ પર જોવા મળે છે નિશાન

પુજારીઓના જણાવ્યાનુસાર મંદિરમાં ભગવાન રોજ શયન માટે આવે છે. ભગવાનના શયન કક્ષમાં રોજ પલંગ તૈયાર કરવામાં આવે છે. જ્યારે સવારે આ કક્ષ ખોલવામાં આવે છે તો પલંગ પર જાણે કોઈ સુતુ હોય તે પીતે કળચલીઓ ચાદર પર પડેલી જોવા મળે છે. 

સવારે ખાલી થઈ જાય છે માખણ

બીજો ચમત્કાર એવો છે કે મંદિરમાં રોજ માખણ અને મિસરીનો ભોગ ધરવામાં આવે છે. જે પ્રસાદ બચે છે તેને મંદિરમાં રાખવામાં આવે છે. પૂજારીઓનું કહેવું છે કે મંદિરમાં રાખેલો આ પ્રસાદ પણ રોજ ખાલી થઈ જાય છે. તેઓ માને છે કે ભગવાન આ પ્રસાદ આરોગે છે. 

સંધ્યા સમય બાદ મંદિરમાં પ્રવેશ બંધ

વૃંદાવનના આ મંદિરમાં શ્રીકૃષ્ણ અને રાધાજી રાસલીલા કરવા આવે છે. માન્યતાઓ અનુસાર આ રાસલીલા કોઈ માણસ જોઈ શકતો નથી. જો કોઈ તેને જોઈ લે છે તો તે પાગલ થઈ જાય છે અથવા તો તેની આંખની રોશની જતી રહે છે. અહીં સંધ્યા આરતી બાદ પ્રવેશ નિશેધ કરી દેવામાં આવે છે. 

તુલસીના છોડ બને છે ગોપીઓ

મંદિર પરિસરમાં તુલસીના બે છોડ છે જે રાત્રિના સમયે ગોપીઓ બની જાય છે અને નૃત્ય કરે છે. આ તુલસીના પાન પણ કોઈ તોડતું નથી. 

મંદિરના સંતને થયો હતો શ્રીકૃષ્ણનો સાક્ષાત્કાર

માન્યતા અનુસાર આ મંદિરમાં તાનસેનના ગુરુ સંત હરિદાસએ પોતાના ભજનથી રાધાજી અને કૃષ્ણના યુગલ રુપનો સાક્ષાત્કાર કર્યો હતો. અહીં ભગવાન વિહાર કરવા આવે છે. અહીં આ સ્વામીની સમાધિ પણ બનેલી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here