– અમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે
હાથરસ કાંડના ચારેચાર શકમંદોએ પોલીસ વડાને પત્ર લખીને એવો દાવો કર્યો હતો કે અમે નિર્દોષ છીએ. આ કિસ્સો ઑનર કીલીંગનો છે. અમને ખોટા ફસાવવામાં આવ્યા છે.
મુખ્ય શકમંદ સંદીપે લખ્યું છે કે મરનાર યુવતી સાથે મારે દોસ્તી હતી. ક્યારેક ક્યારેક અમે એકબીજાની સાથે મોબાઇલ ફોન પર વાત કરી લેતાં હતાં. એ બાબત એના પરિવારને ખૂ્ંચતી હતી. આ આખોય કેસ ઑનર કીલીંગનો છે. ઘટનાને દિવસે મને પીડિતાએ ખેતરમાં બોલાવ્યો હતો. હું ગયો ત્યારે ત્યાં પીડિતાની માતા અને ભાઇ હાજર હતાં. એટલે મને પીડિતાએ કહ્યું કે તું હમણાં ઘેર પાછો ચાલ્યો જા. હું મારે ઘેર ગયો જ્યાં મારા પિતા સાથે ઢોરઢાંખરને પાણી પીવરાવી રહ્યો હતો ત્યાં એવા સમાચાર મળ્યા કે પીડિતાને એના ભાઇ અને માતાએ ઢોરમાર માર્યો હતો. પીડિતાને ગંભીર ઇજા થઇ હતી. પાછળથી એનું મૃત્યુ થઇ ગયું. અમે ન તો પીડિતા પર કોઇ અત્યાચાર કર્યો છે કે ન તો એને મારી હતી. અમને ફસાવી દેવામાં આવ્યા હતા.
હાથરસ જેલના વડાએ આવો પત્ર લખાયો હોવાની વાતને સમર્થન આપ્યું હતું. જો કે પોલીસ વડા તરફથી કોઇ પ્રતિભાવ આવ્યા નહોતા. અત્યાર અગાઉ પોલીસ વડા એવું નિવેદન કરી ચૂક્યા હતા કે મરનારની જીભ કાપવામાં આવી નહોતી કે એના પર બળાત્કાર થયો નહોતો એવું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું હતું.
આ કિસ્સામાં આખા ગામના લોકો કહેવાતા આરોપીઓની તરફેણ કરતા હતા. લોકોએ આ કેસની નિષ્પક્ષ તપાસ થવી જોઇએ એવી માગણી પણ કરી હતી.
[wp-story]