આસામની 2019ની એનઆરસી યાદીમાં ગોટાળા છે, ગુવાહાટી હાઇકોર્ટને જણાવાયું કે આ યાદી ફાઇનલ નથી

0
31

એમાં 47 હજાર નામો અંગે ગડબડ ગોટાળા હતા

આસામના નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સના સંયોજક હિતેશ શર્માએ ગુવાહાટી હાઇકોર્ટને કહ્યું હતું કે રજિસ્ટર જનરલ ઑફ ઇન્ડિયાએ આસામની ફાઇનલ એનઆરસી યાદી હજુ જાહેર કરી નથી. 

એક એફિડેવિટમાં શર્માએ કહ્યું કે રજિસ્ટર જનરલે હજુ ફાઇનલ યાદી અંગે કોઇ ઔપચારિક જાહેરાત કરી નથી. તેમણે કોર્ટને એવી માહિતી આપી હતી કે 2019ના ઑગષ્ટમાં પ્રકાશિત કરાયેલી સપ્લીમેન્ટરી યાદીમાં 4700 નામો ખોટી રીતે ઉમેરાઇ ગયાં હતાં. એ યાદી ગરબડ ગોટાળાવાળી હતી. એ યાદી ફાઇનલ નહોતી.

સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ પ્રગટ કરાયેલી યાદીમાં 19 લાખ લોકોનાં નામ નહોતાં. સાડા પાંચ લાખ હિન્દુ નામ એમાં નહોતાં અને 11 લાખ મુસ્લિમ નામ એમાં નહોતાં. આ યાદી પ્રત્યે વિરોધ વ્યક્ત કરવા ત્રણ કરોડ લોકોએ અરજી કરી હતી અને પોતાનાં નામ નથી એવી ફરિયાદ કરી હતી. એ સમયના એનઆરસી સંયોજકે સરતચૂકથી એ યાદીને ફાઇનલ જાહેર કરી દીધી હતી.

જો કે આસામની સરકારે એ સંયોજકે યાદીમાં ગરબડ ગોટાળા કર્યા હોવાનો આક્ષેપ એ સમયેજ કર્યો હતો. રાજ્ય  સરકાર સાથેના સંયોજકના મતભેદો જોતાં સુપ્રીમ કોર્ટે ત્યારે એ સંયોજકની બદલી કરી નાખી હતી. સુપ્રીમ કોર્ટે જે 19 લાખ લોકોનાં નામ યાદીમાં નહોતાં એ લોકોની સામે કોઇ પગલાં લેવા પર સ્ટે ઓર્ડર આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here