આપઘાત:પ્રેમમાં નાસીપાસ યુવકે વાયર સાથે ચિઠ્ઠી બાંધી ફાંસો ખાધો

0
118

પ્રેમિકાએ સંબંધ રાખવાની ના પાડતા શહેરના સંગમ ચાર રસ્તા પાસેના એક રસઘરમાં 26 વર્ષના એક યુવાને વાયર વડે ગળે ફાંસો ખાઇને જીવાદોરી ટૂંકાવી દીધી હતી. યુવાને અંતિમ પગલું ભરતાં પૂર્વે પોતાની પ્રેમિકાને સંબોધીને ચિઠ્ઠી લખી હતી.

ઝાલોદના યુવકે પોતાની પ્રેમિકાને સંબોધીને ચિઠ્ઠી લખી હતી
સંગમ ચાર રસ્તા પાસે લાલ બહાદૂર શાસ્ત્રી વિદ્યાલયના ગેટ પાસે અંબિકા વિજય શેરડી રસઘરમાં કામ કરતા રમેશ સંગાભાઇ ડામોરે (ઉ.વ. 26, મૂળ રહે. વાંકોલ ગામ, તા. ઝાલોદ) રસઘરના છતમાં લગાવેલા પંખાના હૂકમાં વાયર બાંધીને ફાંસો ખાઇ લીધો હતો. સવારે 9 વાગ્યાના સુમારે દુકાન ખોલતાં તેનો મૃતદેહ લટકતી હાલતમાં મળ્યો હતો. તેણે આપઘાત કરતાં પૂર્વે ગળામાં વાયર સાથે ઉષા નામની યુવતીને સંબોધીને અંતિમ ચીઠ્ઠી લખી હતી. તેણે ફાંસો ખાતા અગાઉ ખુરશીઓ ગોઠવી હતી. મૃતકના કાનમાં ઇયર ફોન પણ લાગેલો હતો. પોલીસના જણાવ્યા મુજબ રસઘરના માલિકે તેને દુકાનની ચાવી માગી હતી અને તેમાં જ તેણે આપઘાત કરી લીધો હતો. સવારે રસઘરના માલિક આવતા તેમણે મૃતદેહ જોતાં પોલીસને જાણ કરી હતી. મૃતકના પરિવારજનોને પણ પોલીસે જાણ કરી હતી.

મોતને વહાલું કરતાં પહેલાં આ ચિઠ્ઠી લખી
કંઇ વાંઘો નઇં, હું મરી જઇશ તો તું જીવી લે સુખીથી જીંદગી, આઇ લવ યુ ઉષા રમેશ ભલે બે બાપની ઓલાદ કઇની તારા મનની ઇચ્છા છે, જીવ મારો જશે. આવતા જનમારે પાછા મળીશું. આઇ લવ યુ ઉષા બે બાપની ઓલાદ, તું મારી સાથે રમત રમી ગઇ પણ હું નથી રમ્યો તારી સાથે રમત, આવો રૂડો અવતાર વારે ઘડીએ નહીં મળે બાય-ઉષા-રમેશ, એની એ જેવું કરયું એવું મે કર્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here