આનંદો! ગુજરાતના આ વિસ્તારોમાં શીતલહેર પ્રસરી, જાણો કયા હાઈ-વે પર ગાઢ ધુમ્મસ છવાતા લોકો પરેશાન

0
137

કુદરતી ચક્રમાં આવેલા ફેરફાર ના પરિણામે ઠંડી નું આગમન પણ મોડુ થયુ છે,જોકે ધીમે ધીમે પણ શિયાળો જમાવટ કરતા લોકોએ આ ઋતુમાં તરોતાજા રહેવા માટેના નુસખા પણ શરુ કરી દીધા છે. ગુજરાતભર માં ધીમે પગલે ઠંડી જમાવટ કરી રહી છે. વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડી નો અનુભવ લોકો કરી રહ્યા છે. ખાસ કરીને નલિયા, સૌરાષ્ટ્ર સહિતના શહેરોમાં ઠંડીનો વધુ અહેસાસ થતો હોવાનું જાણવા મળ્યુ છે.

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. હવામાન વિભાગ દ્વાર શીત લહેર વધવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતીઓ ફરી એકવાર ઠંડીને કારણે થથરી ઉઠશે. સૌરાષ્ટ્ર રાજકોટ અને અમરેલી તથા કચ્છમાં શીત લહેરની અસર વર્તાશે. પહાડી રાજ્યોમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં જોવા મળશે.

Chania

સૌરાષ્ટ્રમાં ઠંડીનું શરૂઆત થઈ ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. હાઇવે પર ગાઢ ધુમ્મસ દેખાવા લાગ્યું છે. આજે ગોંડલ નેશનલ હાઈવે પર ગાઢ ધુમ્મસ જોવા મળ્યું છે. આ સિવાય ભરૂડી ટોલટેક્સ નજીક પણ ગાઢ ધુમ્મસ છવાયું છે. જેના કારણે વાહનો પણ પોતાની સ્પીડ કંટ્રોલમાં રાખીને ચલાવી રહ્યા છે. હાઈવે પર વાહનચાલકોને હેડ લાઇટ ચાલુ કરવાની ફરજ પડી રહી છે.

ગુજરાત માં ઠંડીનો ચમકારો વધતા લોકોએ વહેલી સવારે અને મોડી રાત્રે ગરમ વસ્ત્રો પહેરવાનું શરૂ કરી રહ્યા છે. વહેલી સવારે ઠંડી બાદ સુર્ય નારાયણ દેવ દર્શન દેતા દિવસ દરમિયાન હુંફાળુ વાતાવરણ અનુભવાય રહ્યુ છે. જોકે મિશ્ર ઋતુના પરિણામે શરદી ખાંસી ના દર્દીઓ પણ વધી રહ્યા છે.

Chania

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here