આદિત્ય નારાયણે નેશનલ ટીવી પર ખુલાસો કર્યો, અલકા યાજ્ઞિક સાથે ફ્લર્ટ કરવા પર પિતા ઉદિત નારાયણ ખૂબ ખિજાયા હતા

0
77

સિંગર, એન્કર અને એક્ટર આદિત્ય નારાયણ હાલ તેની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથેનાં લગ્નને લઈને ઘણો ચર્ચામાં છે. આદિત્ય અને શ્વેતા 1 ડિસેમ્બરે લગ્ન કરવાના છે. તે અગાઉ એક્ટર પોપ્યુલર કોમેડી શો ‘ધ કપિલ શર્મા’ શોમાં પહોંચ્યો. કપિલ સાથે રસપ્રદ વાત કરતા આદિત્યે જણાવ્યું કે હોસ્ટ તરીકે તે દરેક મહિલા સાથે ફ્લર્ટ કરે છે જોકે એક શોમાં અલકા યાજ્ઞિક સાથે ફ્લર્ટ કરવું તેને ઘણું ભારે પડી ગયું હતું.

29 નવેમ્બરથી શરૂ થનારા સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલના પ્રમોશન માટે હાલમાં જ વિશાલ દદલાણી, હિમેશ રેશમિયા અને શોના હોસ્ટ આદિત્ય નારાયણ ધ કપિલ શર્મા શોમાં પહોંચ્યા હતા. આ દરમ્યાન આદિત્યે ખુલાસો કર્યો કે, ‘મેં બધા શોમાં ફિમેલ જજ સાથે ફ્લર્ટ કર્યું છે.’ આગળ આદિત્યે જણાવ્યું કે એક શોમાં અલકા યાજ્ઞિક જી સાથે તેના પિતા ઉદિત નારાયણ પણ આવ્યા હતા, અને જ્યારે તેણે અલકા જી સાથે ફ્લર્ટ કર્યું તો તેના પિતા ભડકી ગયા હતા.

આદિત્યની આ વાત સાંભળીને કપિલે પિતાનું ગુસ્સે થવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું, કારણકે અલકા જી તેમના ફેવરિટ છે. આવું કહીને આદિત્યે ખુદ તેના પિતાની મિમિક્રી કરી જેનાથી સ્ટેજ પર બેઠેલા મહેમાન અને કપિલ ખૂબ હસ્યા.

29 નવેમ્બરે ઓન એર થશે ઇન્ડિયન આઇડલ 2020
સિંગિંગ રિયાલિટી શો 29 નવેમ્બરના રોજ સોની ટીવી પર ઓન એર થવાનો છે જેનું શૂટિંગ ટૂંક સમયમાં ફરી શરૂ થશે. સોની ટીવી દ્વારા શોના ઘણા પ્રોમો પણ શેર કરવામાં આવ્યા છે જેમાં અમુક કન્ફર્મ કન્ટેસ્ટન્ટનો પરિચય કરાવવામાં આવ્યો છે. આ વખતે શોની ટેગલાઈન ‘ફિર બદલેગા દેશ કા મૌસમ’ રાખવામાં આવી છે.

1 ડિસેમ્બરે આદિત્ય નારાયણ લગ્ન કરશે
આદિત્ય નારાયણ છેલ્લા 10 વર્ષથી તેની ડેબ્યુ ફિલ્મ ‘શાપિત’ની એક્ટ્રેસ શ્વેતા અગ્રવાલને ડેટ કરી રહ્યો છે. બંને 1 ડિસેમ્બરે મુંબઈમાં નજીકના મિત્રો અને સંબંધીઓની હાજરીમાં લગ્ન કરશે. લગ્નની તૈયારી માટે આદિત્યે સોશિયલ મીડિયાથી અંતર રાખ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here