દેશ આત્મનિર્ભર ભારતની તરફ વધારે એક પગલું ઉઠાવવા માટે જઈ રહ્યું છે. દેશમાં એપ ઈકોસિસ્ટમ ઉપર ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોરને ટક્કર દેવા માટે જલ્દી જ ભારતની પોતાની એપ સ્ટોર આવી શકે છે. ભારતમાં એપ ડેવલપર્સ અને બિઝનેસમેન્સે દેશી એપ સ્ટોર તૈયાર કરવાની ડિમાંડ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, સરકાર તેના ઉપર વિચાર કરશે. હાલમાં પેટીએમને ગૂગલથી હટાવી દેવામાં આવી છે. જે બાદ આ માગમાં વધારો થઈ રહ્યો છે.

કેન્દ્રીય મંત્રી રવિશંકરની કરી સરાહના
કેન્દ્રીય ઈલેકટ્રોનિક્સ અને સૂચના પ્રોદ્યોગિકી મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વિટર ઉપર જણાવ્યું છે કે, તેણે ભારતીય એપ ડેવલપર્સના સૂચનો સારા લાગ્યા છે. તેણે કહ્યું કે, આત્મનિર્ભર ભારત એપ ઈકોસિસ્ટમ તૈયાર કરવા માટે ઈન્ડિયન એપ ડેવલપર્સને પ્રોત્સાહિત કરવા જોઈએ.
એક દેશી સ્ટોર પહેલાથી જ છે હાજર
જો કે આ દેશી એપ સ્ટોર પહેલાથી જ છે જેના ઉપર માત્ર સરકારી એપ્સ જેવી કે ઉમંગ, આરોગ્ય સેતુ અને ડિજિલોકર જ અવેલેબલ છે. તો સમાચારોનું માનીએ તો શરૂઆત કરવા માટે તેને એક્સપાન્ડ કરી શકાય ચે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ફોનમાં ગૂગલ પ્લે સ્ટોરની સાથે ઓપ્શનલ એપ સ્ટોર પણ પ્રી લોડ મળી રહે તે માટે જરૂરી છે કે સ્માર્ટફોન નિર્માતા કંપનીઓ માટે એક પોલિસી બનાવવામાં આવે.

ગૂગલે પેટીએમને પ્લે સ્ટોરથી હટાવી હતી
જણાવી દઈએ કે, ગૂગલ પ્લે સ્ટોરે પેટીએમની સાથે સાથે કેટલીક અન્ય એપ્સને પ્લેટફોર્મથી હટાવી દીધી હતી. ગૂગલે પેટીએમ ઉપર ગેંબલિંગનો આરોપ લગાવ્યો હતો. જો કે પેટીએમ દ્વારા વિરોધ કરવા ઉપર 24 કલાકમાં તે એપ ગૂગલ પ્લે સ્ટોર ઉપર પાછી આવી ગઈ હતી.