આજે બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચે મુકાબલો, જે હારશે તે ટૂર્નામેન્ટમાંથી એલિમિનેટ થશે

0
145

કપરા અંતરાયોને પાર કરીને પ્લે ઓફમાં સ્થાન મેળવનાર સનરાઇઝર્સ હૈદરાબાદનો સામનો અહીં શુક્રવારે આઇપીએલ ટી૨૦ લીગના એલિમિનેટર મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. હૈદરાબાદની ટીમ પોતાનો વિજયરથને ટાઇટલ તરફ આગળ વધારવાના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઊતરશે. ટૂર્નામેન્ટમાં ધીમી શરૂઆત કર્યા બાદ બીજા તબક્કામાં શાનદાર પ્રદર્શન કરીને હૈદરાબાદે પોઇન્ટ ટેબલમાં બેંગ્લોર કરતાં ઉપર ત્રીજું સ્થાન મેળવ્યું હતું. બેંગ્લોરની ટીમ સતત ચાર પરાજય સાથે ચોથા ક્રમે રહી હતી.

હૈદરાબાદની ટીમે તેની છેલ્લી લીગ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને ૧૦ વિકેટે કારમો પરાજય આપ્યો હતો. ઓપનર વોર્નર તથા સાહા ફોર્મમાં છે અને બંનેએ દિલ્હી સામે ૧૦૭ તથા મુંબઇ સામે અણનમ ૧૫૧ રનની ભાગીદારી નોંધાવી હતી. વોર્નરે અત્યાર સુધીની ૧૪ મેચમાં ૫૨૯ રન બનાવ્યા છે. સાહાએ ત્રણ મેચમાં ૧૮૪ રન બનાવીને પ્રારંભિક મેચમાં પોતાના નહીં રમાડવાની ટીમ મેનેજમેન્ટે ભૂલ કરી હતી તે પુરવાર કર્યું હતું. વોર્નર અને સાહાનું પ્રદર્શન સાતત્યપૂર્ણ રહેવાના કારણે મનીષ પાંડે, કેન વિલિયમ્સન, પ્રિયમ ગર્ગ તથા જેસન હોલ્ડરને વિશેષ કરવાની જરૂર પડી નથી. બોલિંગમાં હૈદરાબાદ પાસે સંદીપ શર્મા, હોલ્ડર, શાહબાઝ નદીમ, નટરાજન તથા રાશિદ ખાન ફોર્મમાં છે.

વિરાટ કોહલીની બેંગ્લોરની ટીમે પોતાના પ્રદર્શનમાં ઘણો સુધારો કરવો પડશે. સતત ચાર મેચ હાર્યા બાદ બેંગ્લોરના આત્મવિશ્વાસને મોટો ફટકો પડયો છે. યુવા ખેલાડી પડ્ડિકલે સતત સારો દેખાવ કરીને મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. બોલિંગમાં નવદીપ સૈની પાછો ફરે તેવી સંભાવના છે. ઇજાના કારણે તે છેલ્લી મેચમાં રમી શક્યો નહોતો. પેસ બોલિંગમાં મોહમ્મદ સિરાજ, ઉદાના તથા ક્રિસ મોરિસ આક્રમક સંભાળશે. સ્પિનર્સ વોશિંગ્ટન સુંદર તથા યુજવેન્દ્ર ચહલની ભૂમિકા બેંગ્લોર માટે મહત્ત્વની રહેશે.

Happy Birthday

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સુકાની વિરાટ કોહલી અનેસનરાઇઝર્સ હૈદરાબાદના ઓલરાઉન્ડર જેસન હોલ્ડરે ગુરુવારે પાંચમી નવેમ્બરે સાથી ખેલાડીઓ સાથે પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો. આ દરમિયાન સાથી ખેલાડીઓને ડ્રેસિંગરૂમની પરંપરા મુજબ બંને ખેલાડીઓના ચહેરા ઉપર કેક લગાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here