આજે શુક્રવારે અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય દીપોત્સવ (deepotsav)ઉજવણી કરવામાં આવનાર છે. આજે અયોધ્યામાં 5 લાખ 51 હજાર દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવશે. અયોધ્યામાં ફરીથી વર્લ્ડ રેકોર્ડ થશે અને આ પહેલાનો અયોધ્યાનો જ રેકોર્ડ તૂટી જશે. આજે અદ્દભુત નજારો રચાશે સરયુ નદીના કાંઠે આરતીનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગને લઈને અયોધ્યાના લોકો ખૂબ જ ઉત્સાહિત છે. દેશભરમાંથી લોકો તેમાં જોડાવા માટે આવ્યા છે અને આતુરતાથી આ પલની રાહ જોતા હોય છે.
ભવ્ય ઉત્સવની તૈયારીમાં અયોધ્યા શહેરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. કોરોના સંકટને ધ્યાનમાં રાખીને સરકારે લોકોને કાર્યક્રમમાં ભાગ લેવા મર્યાદિત સંખ્યામાં પહોંચવાની અપીલ કરી હતી, પરંતુ ભક્તોની લાગણીઓને રોકવી મુશ્કેલ છે.
ભગવાન રામના જીવન પર આધારીત અગિયાર રથ શુક્રવારે સવારે 10 કલાકે સાકેત કોલેજથી પ્રસ્તાન કરશે. આ રથો પર ભગવાન રામનું જીવન તેના આધારે વિવિધ પ્રકારના પ્રદર્શનો યોજવામાં આવ્યા છે. આ યાત્રા સાકેત કોલેજથી નયા ઘાટ રામ કી પૈડી સુધી જશે.
CM યોગી બપોરે 3 વાગ્યે અયોધ્યા પહોંચશે. રામ જન્મભૂમિ સ્થળે પહોંચશે અને રામલલાના દર્શન કર્યા બાદ દીપ પ્રગટાવશે. 11 હજાર દીવા પ્રગટાવવામાં આવશે. તે પછી CM યોગી અને રાજ્યપાલ રામ કથા પાર્ક પહોંચશે.
સાંજે 4 કલાકે રામ, સીતા અને લક્ષ્મણ; હનુમાનને હેલિકોપ્ટર દ્વારા રામ કથા પાર્કમાં ઉતારવામાં આવશે જ્યાં રાજ્યપાલ અને CM યોગી તેમનું સ્વાગત અને પુષ્પાંજલિ અર્પણ કરશે. 5 વાગ્યે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ ભગવાન રામ અને સીતા અને લક્ષ્મણ હનુમાનને રામ કથા પાર્કમાં સ્થિત મંચ પર લાવશે, જ્યાં ભરત મિલાપ અને સિંહાસનકાર્યક્રમ યોજાશે અને આરતી કરવામાં આવશે.
તે પછી સાંજે 5:30 વાગ્યે CM યોગીનું ભાષણ થશે. ત્યારબાદ રામ કથા પાર્કથી CM યોગી સરયુ ઘાટ પહોંચશે જ્યાં સરયુ આરતીમાં ભાગ લેશે અને ત્યારબાદ 6: 15 વાગ્યે દીપોત્સવનો (deepotsav) પ્રારંભ થશે. CM યોગી અને રાજ્યપાલ ફરીથી રામ કથા પાર્કમાં આવશે અને કાર્યક્રમ જોશે અને રાતે અયોધ્યામાં રોકાશે.