આખરે આવી ગયા WhatsAppનાં કમાલના 3 નવા ફીચર્સ, જાણો તેમાં શું છે ખાસ…

  0
  2

  વોટ્સએપ પોતાના યુઝર્સનો ચેટ એક્સપિરિયન્સ વધારે મજેદાર બનાવવા માટે નવા નવા ફીચર એડ કરતું રહે છે. ગત અઠવાડિયે વોટ્સએપે 3 નવા ફીચર ‘Expiring Media’, ‘Catalogue Shortcut’ અને બિઝનેસ ચેટ માટે નવા બટનને ઈન્ટ્રોડ્યુસ કર્યું હતું. તે બાદ હવે વોટ્સએપ એન્ડ્રોઈડ વર્ઝન 2.20.201.10 માટે ‘Always Mute’ ઓપ્શનની સાથે, નવું સ્ટોરેજ UI અને મીડિયા ગાઈડલાઈન્સ જેવા શાનદાર ફીચર્સ આપ્યા છે.

  વોટ્સએપમાં આવેલાં નવા ફીચર્સની જાણકારી WABetaInfoએ પોતાની એક પોસ્ટમાં આપી છે. તો આવો જાણીએ વોટ્સએપના આ નવા ફીચરમાં શું છે ખાસ…

  Always Mute

  ઓલ્વેઝ મ્યુટ ફીચર એ યુઝર્સ માટે ખુબ જ જરૂરી છે કે જે લોકો ગ્રૃ઼પને કે કોન્ટેક્ટના નોટિફિકેશનને હંમેશા માટે મ્યુટ કરવા માગે છે. હાલમાં યુઝર્સને મ્યુટ ફીચરમાં તમે મહત્તમ એક વર્ષ માટે જ મ્યુટ કરી શકતા હતા. પણ હવે બીટા અપડેટમાં યુઝર્સને હંમેશા માટે મ્યુટનો ઓપ્શન મળશે.

  સ્ટોરેજ યુસેઝ UI

  વોટ્સએપ બીટાના લેટેસ્ટ વર્ઝનમાં પહેલાંના મુકાબલે વધારે ડીટેઈલ સાથે સ્ટોરેજ યુસેઝ UI મળશે. તેના નીચે યુઝર્સને બિનજરૂરી ફાઈલ્સને ડિલીટ મારવાનો ઓપ્શન આપવામાં આવશે. આ ઉપરાંત રિસીલ ફાઈલ્સને સરળતાથી જોઈ શકશો. આ ઉપરાંત સર્ચ બાર પણ મળશે, જેમાં યુઝર્સ સર્ચ પણ કરી શકશે.

  મીડિયા ગાઈડલાઈન્સ

  આ ફીચર ઈન્સ્ટાગ્રામના મીડિયા ગાઈડલાઈન્સ ફીચરની જેમ જ છે. તેની મદદથી યુઝર સ્ટિકર્સને અલાઈન કરવાની સાથે જ ઈમેજ, વીડિયો કે GIFsને એડિટ કરતાં સમયે ટેક્સ્ટ પણ કરી શકે છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here