આઈઆઈટી-મદ્રાસે દેશનું પ્રથમ સ્વદેશી માઈક્રોપ્રોસેસર તૈયાર કર્યું

    0
    2

    – માઈક્રોપ્રોસેર એટલે ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સનું મગજ

    – ‘મૌશિક’ નામના માઈક્રોપ્રોસેસરનું કદ ૫.૩ મિલિમટર બાય ૫.૧૫ મિલિટમીરનું

    આઈઆઈટી-મદ્રાસના સંશોધકોએ દેશનું પ્રથમ માઈક્રોપ્રોસેસર તૈયાર કર્યું છે. માઈક્રોપ્રોસેસર અથવા ચીપ નામે ઓળખાતી એ સામગ્રી દરેક ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટમાં મગજ તરીકે કામ કરે છે. કમ્પ્યુટર, લેપટોપ, સ્માર્ટ ટીવી, ફોન.. અન્ય ઈન્ટરનેટ સાથે સંકળાયેલા ગેજેટ્સ માઈક્રોપ્રોસેસર વગર કામ કરી શકતા નથી. આ પ્રોસેસરને તેના નાના કદને કારણે મૌશિક નામ આપવામાં આવ્યું છે. તેની કિંમત રૃપિયા પાંચ હજારથી વધારે નથી.

    આઈઆઈટીની ટીમે આ અંગે જણાવ્યું હતું કે ઓપનસોર્સ ટેકનોલોજી છે, ભારતમાં જ વિકસેલી છે અને પ્રોસેસર ભારતમાં જ બનેલું છે. ઓપનસોર્સ હોવાથી સંશોધકો તેમાં જરૃર પ્રમાણે ફેરફાર પણ કરી શકશે. વર્તમાન ઈલેક્ટ્રોનિક્સ-ગેજેટ્સ યુગ માઈક્રોપ્રોસેસરના પાયા પર ઉભો છે એમ કહી શકાય. માઈક્રોપ્રોસેસરનો ઉપયોગ વોશિંગમશીન, ક્રેડિટ-ડેબિટ કાર્ડ, ફોન, કમ્પ્યુટર, ડ્રોન, કાર, લિફ્ટ એમ.. અનેક સ્થળોએ થાય છે. આ પ્રોસેસરનું કદ ૫.૩૧૫ મિલિમિટર બાય ૫.૧૫૫ મિલિમીટર જ છે.

    હવેનો યુગ ઈન્ટરનેટ ઓફ થિંગ્સનો છે. એટલે કે મોબાઈલ-કમ્પ્યુટર સિવાય પણ અનેક થિંગ્સ (જેમ કે ફ્રિજ-ટીવી) ઈન્ટરનેટ સાથે જોડાઈ રહ્યા છે. એ બધામાં માઈક્રોપ્રોસેસર અનિવાર્ય છે. માઈક્રોપ્રોસેસરનું નિર્માણ અને ટેકનોલોજી જટીલ છે. માટે ભારત મોટે ભાગે તેની અમેરિકા, તાઈવાન, ચીન અને દક્ષિણ કોરિયાથી આયાત કરે છે. ભારતમાં જ માઈક્રોપ્રોસસર તૈયાર થવાથી ભારતની એ આયાત નિર્ભરતા ઘટશે.

    કેટલાક માઈક્રોપ્રોસેસર અમુક વિસ્તારોમાં જ વાપરી શકાતા હોય. મૌશિક ઓપન સોર્સ હોવાથી તેનો સરળતાથી ગમે ત્યાં ઉપયોગ થઈ શકશે. ભારતનું આ સ્વદેશી માઈક્રોપ્રોસેસર એક સાથે ૧૦૩ ઈનપુટ-આઉટપુટ પોઈન્ટ પર કામ કરી શકે છે. ટૂંક સમયમાં આ પ્રોસેસર માર્કેટમાં મળતું થાય એ માટે આઈઆઈટી મદ્રાસ સક્રિય છે. 

    [wp-story]

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here