આઇટી ક્ષેત્રે આઈઆઈટી મદ્રાસની હરણફાળ, તૈયાર કર્યું પ્રથમ સ્વદેશી માઈક્રોપ્રોસેસર ‘મૌશિક’

0
197

આઈઆઈટી-મદ્રાસના સંશોધકોએ દેશનું પ્રથમ માઈક્રોપ્રોસેસર તૈયાર કર્યું છે. માઈક્રોપ્રોસેસર અથવા ચીપ નામે ઓળખાતી એ સામગ્રી દરેક ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટમાં મગજ તરીકે કામ કરે છે. કમ્પ્યુટર, લેપટોપ, સ્માર્ટ ટીવી, ફોન.. અન્ય ઈન્ટરનેટ સાથે સંકળાયેલા ગેજેટ્સ માઈક્રોપ્રોસેસર વગર કામ કરી શકતા નથી. આ પ્રોસેસરને તેના નાના કદને કારણે મૌશિક નામ આપવામાં આવ્યું છે. તેની કિંમત રૂપિયા પાંચ હજારથી વધારે નથી.

ભારતમાં વિકસી છે આ ટેક્નોલોજી

આઈઆઈટી મદ્રાસની ટીમે આ અંગે જણાવ્યું હતું કે ઓપનસોર્સ ટેકનોલોજી છે, ભારતમાં જ વિકસેલી છે અને પ્રોસેસર ભારતમાં જ બનેલું છે. ઓપનસોર્સ હોવાથી સંશોધકો તેમાં જરૂર પ્રમાણે ફેરફાર પણ કરી શકશે.

સૂક્ષ્મ કદનું માઈક્રો પ્રોસેસર વપરાય છે અનેક જગ્યાએ

વર્તમાન ઈલેક્ટ્રોનિક્સ-ગેજેટ્સ યુગ માઈક્રોપ્રોસેસરના પાયા પર ઉભો છે એમ કહી શકાય. માઈક્રોપ્રોસેસરનો ઉપયોગ વોશિંગમશીન, ક્રેડિટ-ડેબિટ કાર્ડ, ફોન, કમ્પ્યુટર, ડ્રોન, કાર, લિફ્ટ એમ.. અનેક સ્થળોએ થાય છે. આ પ્રોસેસરનું કદ 5.315 મિલિમિટર બાય 5.155 મિલિમીટર જ છે.

આઈઆઈટી મદ્રાસ

ભારતની આયાત નિર્ભરતા ઘટશે

હવેનો યુગ ઈન્ટરનેટ ઓફ થિંગ્સનો છે. એટલે કે મોબાઈલ-કમ્પ્યુટર સિવાય પણ અનેક વસ્તુઓ જેમ કે ફ્રિજટીવી ઈન્ટરનેટ સાથે જોડાઈ રહ્યા છે. એ બધામાં માઈક્રોપ્રોસેસર અનિવાર્ય છે. માઈક્રોપ્રોસેસરનું નિર્માણ અને ટેકનોલોજી જટીલ છે. માટે ભારત મોટે ભાગે તેની અમેરિકા, તાઈવાન, ચીન અને દક્ષિણ કોરિયાથી આયાત કરે છે. ભારતમાં જ માઈક્રોપ્રોસસર તૈયાર થવાથી ભારતની એ આયાત નિર્ભરતા ઘટશે.

બજારમાં મુકવા આઈઆઈટી મદ્રાસ સક્રિય

કેટલાક માઈક્રોપ્રોસેસર અમુક વિસ્તારોમાં જ વાપરી શકાતા હોય. મૌશિક ઓપન સોર્સ હોવાથી તેનો સરળતાથી ગમે ત્યાં ઉપયોગ થઈ શકશે. ભારતનું આ સ્વદેશી માઈક્રોપ્રોસેસર એક સાથે 103 ઈનપુટ-આઉટપુટ પોઈન્ટ પર કામ કરી શકે છે. ટૂંક સમયમાં આ પ્રોસેસર માર્કેટમાં મળતું થાય એ માટે આઈઆઈટી મદ્રાસ સક્રિય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here