અવસાન:ટીવી એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું કાર્ડિયાક અરેસ્ટને લીધે નિધન, છેલ્લા 11 દિવસથી ન્યૂમોનિયા, કોરોના અને હાઇપરટેન્શનને લીધે હોસ્પિટલમાં એડમિટ હતી

0
66

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યાં કહલાતા હૈ’ની એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું આજે મુંબઈમાં નિધન થયું છે. છેલ્લા 11 દિવસથી તે ન્યૂમોનિયા, કોરોના વાઈરસ અને હાઈપરટેન્શનને કારણે હોસ્પિટલમાં એડમિટ હતી. દિવ્યાના ભાઈએ દેવાશીષ ભટનાગરે દિવ્ય ભાસ્કર સાથે આ વાતની પુષ્ટિ કરી છે.

દેવાશીષે કહ્યું, ‘થોડા દિવસ પહેલાં અમે દીદીને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કર્યાં હતાં. જોકે તેમની તબિયતમાં કોઈ સુધારો દેખાયો નહોતો. આજે સવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમણે દુનિયાને અલવિદા કહ્યું. બીજાં પણ કારણ છે, યોગ્ય સમય આવશે ત્યારે એના વિશે વાતચીત કરીશ.’

દિવ્યાને 26 નવેમ્બરે મુંબઈની SRV હોસ્પિટલમાં એડમિટ કરી હતી. જોકે તબિયત વધારે બગડતાં તેને મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ સેવન હિલ્સમાં શિફ્ટ કરી હતી. દિવ્ય છેલ્લા ઘણા મહિનાઓથી પર્સનલ લાઈફને લીધે ટેન્શનમાં હતી. તેના લગ્નજીવનમાં ઘણી તકલીફો હતી. દેવાશીષનું માનીએ તો દિવ્યાનો પતિ ગગન સારી વ્યક્તિ નથી અને તે કારણે જ દિવ્યાની સ્થિતિ ખરાબ થઇ.

થોડા દિવસ પહેલાં ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યુમાં દેવાશીષે કહ્યું હતું કે ‘ગગન અને તેનો પરિવાર મારાં દીદીને ટોર્ચર કરી રહ્યા છે. દિવ્યા ICUમાં છે તેમ છતાં તેને વિડિયો-કોલ કરી રહ્યા છે. તેઓ હાથે કરીને સતત કોલ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં કોણ પોતાની પત્નીનો વિડિયો બનાવે? પૈસા અને ફેમ માટે તે આ બધું કરી રહ્યો છે. તે થોડાય રૂપિયા કમાતો ન હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here