અરેરે…બોલિવૂડના ટોચના કોરિયોગ્રાફર ગણાતો પ્રભુ દેવા ભત્રીજી સાથે જ રિલેશનમાં, કરી શકે છે જલદી લગ્ન

0
45

વિશ્વના ટોચના કોરિયોગ્રાફરોમાંના એક પ્રભુ દેવા આજકાલ પોતાના અંગત જીવનને લઈને ઘણી ચર્ચામાં છે. એવા રિપોર્ટ મળી રહ્યા છે કે પ્રભુ દેવા ટૂંક સમયમાં જ બીજા લગ્ન કરવા જઇ રહ્યા છે. એક ન્યૂઝ પોર્ટલ અનુસાર, પ્રભુ દેવા આ દિવસોમાં પોતાની ભત્રીજીને ડેટ કરી રહ્યા હોવાના અહેવાલ છે.about:blankabout:blankabout:blankabout:blank

ટૂંક સમયમાં જ તે તેની ભત્રીજી સાથે પણ લગ્ન કરી શકે છે. જોકે, પ્રભુ દેવા અને તેની ટીમ તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. જોવાનું એ છે કે આ કોઈ અફવા છે કે તેમાં કોઈ સત્ય છે.

માહિતી માટે જણાવી દઈએ કે લગભગ 9 વર્ષ પહેલા પ્રભુદેવ તેની પત્ની રામલતા સાથેના વિવાદ પછી અલગ થઈ ગયા હતા. પ્રભુ દેવાએ વર્ષ 1995 માં રામલતા સાથે લગ્ન કર્યા. રામલતા ઇસ્લામની હતી અને લગ્ન પછી હિન્દુ ધર્મમાં ધર્મપરિવત થઈ. પ્રભુ દેવાને રામલતાના ત્રણ સંતાનો છે. જેમાથી મોટા પુત્ર વિશાલનું વર્ષ 2008માં કેન્સરના કારણે નિધન થઇ ગયું હતું, 7 જુલાઇ 2011 પ્રભુદેવા અને તેમની પત્ની રામલતાના છૂટાછેડા થઇ ગયા.

આ પછી, પ્રભુ દેવની અભિનેત્રી નયનતારાના રિલેશનશિપમાં હોવાના સમાચાર મળી રહ્યા છે. આ સંબંધ વિશે જાણ્યા પછી રામલતા ભૂખ હડતાલ પર બેસી ગઈ. સાઉથમાં નયનતારાનો પણ જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. આ પછી નયનતારાએ પ્રભુ દેવા સાથેના તેના સંબંધોનો ખતમ કરી દીધા હતા.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, પ્રભુ દેવા આજકાલ સલમાન ખાનની મોસ્ટવેટેડ ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ડિરેક્ટ કરી રહ્યાં છે. આ સિવાય તે ‘બધીરા’માં પણ જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here