અરવિંદ કેજરીવાલને નજરકેદ કર્યા છે ? આપ પક્ષે દિલ્હી પોલીસ પર કર્યો આક્ષેપ

0
91

 મુખ્ય પ્રધાનને ખેડૂતો પાસે જતાં રોક્યા

આમ આદમી પાર્ટીએ એવો આક્ષેપ કર્યો હતો કે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને દિલ્હી પોલીસે તેમના નિવાસસ્થાનમાં નજરકેદ કર્યા હતા. કેન્દ્રના ગૃહ મંત્ર્યાલયના ઇશારે આમ કરાયું હોવાનો પણ આ પાર્ટીએ આક્ષેપ કર્યો હતોય 

પાર્ટીના પ્રવક્તાએ મિડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે મુખ્ય પ્રધાન ખેડૂતોને મળવા જવાનું વિચારી રહ્યા હતા. તેમણે સોમવારે એવો અણસાર પણ કર્યો હતો કે હું ભારત બંધ દરમિયાન ખેડૂત નેતાઓને રૂબરૂ મળીશ. તેમને ખેડૂતોને મળતાં અટકાવવા દિલ્હી પોલીસે તેમને નજરકેદ કર્યા હતા. અત્રે એ યાદ રહે કે સોમવારે ઉત્તર પ્રદેશ પોલીસે સપાના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવને ટ્રેક્ટર રેલી કાઢતાં અટકાવવા તેમના નિવાસસ્થામાં નજરકેદ કર્યા હતા.

આમ આદમી પાર્ટીએ એવો આક્ષેપ કર્યો હતો કે મુખ્ય પ્રધાન સિંધુ સરહદે ખેડૂતોને મળીને પાછાં ફર્યા કે તરત પોલીસે તેમને નજરકેદ કરી લીધા હતા. આમ આદમી પક્ષે એવો પણ આક્ષએપ કર્યો હતો કે દિલ્હી નગર નિગમના ત્રણે મેયરને મુખ્ય પ્રધાનના બંગલાની બહાર અટકાવી દીધા હતા. એ લોકો અગાઉથી નક્કી થયા મુજબ મુખ્ય પ્રધાનને મળવા આવ્યા હતા. પરંતુ પોલીસે તેમને અટકાવી દેતાં હવે મુખ્ય પ્રધાનની આજની બધી બેઠકો અને કામકાજી પ્રવૃત્તિ અટકી ગઇ હતી.  પોલીસે મુખ્ય પ્રધાનના ઘરની  બહાર બેરીકેડ્સ લગાડી દીધી હતી. હવે ન કોઇ અંદરથી બહાર આવી શકે છે ન કોઇ બહારથી અંદર જઇ શકે છે.

આ બધું કેન્દ્રના ગૃહ ખાતાના ઇશારે થયું હોવાના આક્ષેપ પણ આમ આદમી પાર્ટીએ કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here