અયોધ્યા રામલલ્લા મંદિરમાં આજીવન થાળ જલારામ મંદિર તરફથી ધરાવાશે

0
91

રજૂઆતનો સ્વીકાર કરવામાં આવ્યો

અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરમાં રામલ્લા મંદિરને આજીવન વીરપુરના જલારામ મંદિર તરફથી થાળ ધરાવવામાં આવશે. આ મુદ્દે બાપાના પરિવારજન ભરતભાઇ ચંદારાણાએ જણાવ્યું કે, વીરપુર જલારામ મંદિરના મહંત રઘુબાપાએ અયોધ્યા રામ મંદિરના ટ્રસ્ટીઓને આ અંગે રજુઆત કરી હતી.

ટ્રસ્ટીઓ દ્વારા આ મુદ્દાનો સહર્ષ સ્વિકાર કરવામાં આવ્યો હતો. જેથી હવે હંમેશા રામલલાનો થાળ વીરપુર જલારામ મંદિર દ્વારા ધરાવવામાં આવશે. થાળ પણ જલારામ મંદિરનો હશે.

જલારામ મંદિર આજીવન થાળ રામ મંદિરમાં ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જલારામ મંદિરમાં લુહાણા સમાજની વિશેષ આસ્થા છે. લુહાણા રઘુવંશીઓ (રામના વંશજો) માનવામાં આવે છે. તેમાં પોતાના આરાધ્ય દેવનું મંદિર બની રહ્યું હોય તેમાં આજીવન થાળની તક મળે તો સોનામા સુગંધ ભળ્યા સમાન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here