અમેરિકી વિદેશ પ્રધાન માઇક પોમ્પિઓ સાત રાષ્ટ્રોના પ્રવાસે

0
85

અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિઓ યુરોપ અને મધ્ય પૂર્વના સાત દેશોના પ્રવાસના પ્રારંભે શનિવારે પેરિસમાં આવી પહોંચ્યા છે. તેઓ જે દેશોમાં  જવાના છે એ દેશોએ અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેનને જીત બદલ અભિનંદન પાઠવ્યા હોઇ પોમ્પિઓનો પ્રવાસ ચોક્કસ મૂંઝવણભર્યો બની રહેશે.

પોમ્પિઓ ફ્રાન્સથી માંડી કતારની મુલાકાત લેશે : આ દેશોને ટ્રમ્પ સાથે ઝાઝું બનતું નથી.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિદાય લઇ રહેલા વહીવટીતંત્રની પ્રાથમિકતાઓને બળવત્તર બનાવવાનો  જેનો ઉદ્દેશ છે એવા આ પ્રવાસ દરમિયાન માઇક પોમ્પિઓ પશ્ચિમ કાંઠાના ઇઝરાયલની મુલાકાતે પણ જશે. અગાઉના વિદેશપ્રધાનો આ દેશના પ્રવાસને ટાળતા રહ્યા છે.

અમેરિકાના ઉચ્ચ કક્ષાના રાજદ્વારી (માઇક પોમ્પિઓ), દેશના રાષ્ટ્રપતિ (ટ્રમ્પ) અને એમના રીપબ્લિકન પાર્ટીના મોટા ભાગના સાથીદારોને અમેરિકી પ્રમુખપદના પરિણામો માન્ય નથી. આથી દેશના મુખ્ય મુદ્દાઓ પર અસામાન્ય સંજોગોની છાયા પથરાયેલી રહેવાની શક્યતા છે.

ફ્રાન્સના વિદેશ પ્રધાન જિન- વેઝ લી ડ્રિઆને શુક્રવારે ઈરાક અને  ઈરાનમાંની પરિસ્થિતિ, ત્રાસવાદ, મધ્ય- પૂર્વ અને ચીન જેવા મુશ્કેલ વિષયોની યાદીની નોંધ ટેબલ પર રજૂ કરી હતી.

લી ડ્રિઆને પોમ્પિઓને આવકારતા કહ્યું કે, માઈક પોમ્પિઓ 20 જાન્યુઆરી સુધી મારા અમેરિકી સમકક્ષ છે. તેઓ પેરિસમાં આવ્યા છે. હું એમનું સ્વાગત કરુ છું.

નોંધનીય છે કે 20 જાન્યુઆરીએ જો બિડેન પ્રમુખપદનો કાર્યભાર સંભાળી લેશે. એ દિવસથી અમેરિકામાં ટ્રમ્પ – શાસન પૂરૃં થશે. સોમવારે યોજાનારી બેઠકમાં માઈક પોમ્પિઓ ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઈમાનુએલ  મેક્રોનને મળશે.

નોંધનીય છે કે ફ્રેન્ચ રાષ્ટ્રપતિ અને ટ્રમ્પના સંબંધો તનાવભર્યા રહ્યા છે. એ જાણીતું છે. ટ્રમ્પે પેરિસ વૈશ્વિક પર્યાવરણ કરારમાંથી પીછેહઠ કરતા આ તનાવ વધ્યો છે.

માઈક પોમ્પિઓ ફ્રાન્સ ઉપરાંત તુર્કી, જયોર્જિયા, ઈઝરાયલ, યુનાઈટેડ આરબ એમિરેટસ, કતાર અને સાઉદી અરેબિયાની મુલાકાતે જશે. ફ્રાન્સની જેમ અમેરિકા સાથે તુર્કી, જયોર્જિયા અને કતારના સંબંધો પણ તનાવભર્યા જ રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here