અમેરિકાના ચૂંટણી પરિણામાથી ભારતનો ફાર્મા ઉદ્યોગ અસર મુકત

0
82

અન્ય દેશોની સરખામણીએ ભારતની જેનેરિક દવા પ્રમાણમાં સસ્તી

અમેરિકામાં ચૂંટણીના પરિણામોની દેશના ફાર્મા ઉદ્યોગ પર ખાસ અસર જોવા નહીં મળે. અન્ય દેશોની જેમ અમેરિકા પણ આવશ્યક દવાઓ માટે આયાત નિર્ભરતા ઘટાડવાના પ્રયાસ કરી રહ્યું છે. 

અન્ય દેશોની સરખામણીએ ભારતની જેનેરિક દવા પ્રમાણમાં સસ્તી

અમેરિકામાં ઉત્પાદિત થતી જેનેરિક ડ્રગ્સની સરખામણીએ ભારતની જેનેરિક ૩૫થી ૪૦ ટકા સસ્તી પડે છે એમ ફાર્માસ્યૂટિકલ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું. 

અમેરિકામાં જેનેરિકની ૬૫થી ૭૦ અબજ ડોલરની બજારમાં મૂલ્યની દ્રષ્ટિએ ભારતનો હિસ્સો બહુ મોટો નથી. વોલ્યુમની દ્રષ્ટિએ ભારતની જેનેરિક દવાનો હિસ્સો અમેરિકન બજારમાં ૪૦ ટકા જેટલો થવા જાય છે. અમેરિકામાં વેચાતી દર ત્રણમાંથી એક પિલ્સ ભારતીય કંપનીઓની હોય છે.

અમેરિકા તેની દવાની આયાત નિર્ભરતા ઘટાડવાના પ્રયાસ કરશે તો પણ ભારતને તેનું ખાસ નુકસાન નહીં થાય, એમ પણ સુત્રોએ ઉમેર્યું હતું. ભારતને બદલે અમેરિકા યુરોપ ખાતેની દવાની આયાતમાં ઘટાડવાનો પ્રયાસ કરશે કારણ કે તેની દવા ભારતની સરખામણીએ મોંઘી રહે છે. 

ભારત ખાતેથી આયાતને કારણે અમેરિકાને અંદાજે આઠ કરોડ ડોલરની બચત થાય છે. છેલ્લા પાંચ – છ વર્ષમાં ભારતીય ફાર્મા ઉદ્યોગે અમેરિકામાં ૪થી ૫ અબજ ડોલરનું રોકાણ કર્યું હોવાનો ઈન્ડિયન ફાર્માસ્યૂટિકલ એલાયન્સે દાવો કર્યો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here