અમેરિકન-ભારતીય વૈજ્ઞાનિકોની કમાલ, મંગળ ગ્રહના ખારા પાણીમાંથી ઇંધણ બનાવાની શોધી રીત

0
65

મંગળ (Mars) ગ્રહ પર હાજર ખારા પાણી (Saline Water)માંથી ઇંધણ (Fuel) તૈયાર કરી શકાશે. અમેરિકામાં ભારતીય મૂળના વૈજ્ઞાનિક (US-Indian Scientist) ની એક ટીમે પાણીમાંથી ઓક્સિજન અને હાઇડ્રોજન ઇંધણ પ્રાપ્ત કરવાની ટેકનિકની શોધ કરી લીધી છે. વૈજ્ઞાનિકોએ જાણ્યું કે મંગળ ગ્રહનું તાપમાન ખૂબ જ ઓછું છે અને તેમ છતાંય પાણી જામી જતું નથી. વૈજ્ઞાનિકોએ આ આધાર પર એ નિષ્કર્ષ કાઢ્યું કે પાણીમાં ખૂબ જ મીઠું છે.

પ્રોફેસર વિજય રામાણીએ ટીમનું કર્યું નેતૃત્વ

અમેરિકા સ્થિત વોશિંગ્ટન યુનિવર્સિટીમાં પ્રોફેસર વિજય રામાણીએ રિસર્ચકર્તાઓની એ ટીમનું નેતૃત્વ કર્યું અને તેમને આ સિસ્ટમનું પરીક્ષણ મંગળના વાતાવરણની પરિસ્થિતિઓના હિસાબથી શૂન્યથી 36 ડિગ્રી સેલ્સિયસની નીચેના તાપમાનમાં કર્યું. વૈજ્ઞાનિકોએ કહ્યું કે વીજળીની મદદથી પાણીના સંયોજનને ઓક્સિજન અને હાઇડ્રોજન બળતણમાં ફેરવવા માટે પહેલાં તેને પાણીથી ઓગળેલા મીઠાને અલગ પાડવું પડશે, જે આટલી કઠિન પરિસ્થિતિમાં ખૂબ જ લાંબી અને ખર્ચાળ પ્રક્રિયા હોવાની સાથે મંગળ ગ્રહના વાતાવરણના હિસાબથી ખતરનાક પણ હશે.

પ્રોફેસર રામાણીનું આ કહેવું છે

પ્રો.રામાણીએ કહ્યું કે મંગળની પરિસ્થિતિમાં પાણીના બે દ્રવ્યોમાં ખંડિત કરનાર અમારા ઇલેક્ટ્રોલાઇઝર મંગળ ગ્રહ અને તેના આગળના મિશનની રણનીતિક ગણનાને એકદમથી બદલી દેશે. આ તકનીક પૃથ્વી પર પણ એટલી જ ઉપયોગી છે, જ્યાં સમુદ્ર ઓક્સિજન અને બળતણ (હાઇડ્રોજન)નો એક સદ્ધર સ્રોત છે.

વૈજ્ઞાનિકોનો દાવો છે કે રામાણીની લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવેલી સિસ્ટમ, મોક્સીની સમકક્ષ ઉર્જાનો ઉપયોગ કરીને 25 ગણા વધુ ઓક્સિજનનું ઉત્પાદન કરી શકે છે. તદઉપરાંત તે હાઇડ્રોજન ઇંધણનું પણ ઉત્પાદન થઇ શકે છે, જેનો ઉપયોગ અવકાશયાત્રીઓના પાછા ફરવા માટે કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here