ડીસામાં ગ્રાહક સુરક્ષા અને તોલમાપ વિભાગે નિયત કરતા વધુ ભાવ પડાવી ગ્રાહકોને લૂંટતા વેપારીઓ પર દરોડા પાડ્યા. દુકાનદારો દ્વારા અમુલ દૂધ અને છાશમાં એમઆરપી કરતા વધુ ભાવ લેવાતા હોવાની ફરિયાદ ડીસાના જાગૃત નાગરિકે કરી. જે બાદ ગ્રાહક સુરક્ષા અને તોલમાપ વિભાગે ડીસાના ગાયત્રી મંદિર નજીક હનુમાન ડેરી પાર્લરમાં તપાસ હાથ ધરી. મહત્વનું છે કે અમૂલ દ્વારા ડિસ્ટ્રિબ્યુટરો તેમજ વેપારીઓને નિયત ચાર્જ આપવામાં આવતો હોવા છતાં સ્થાનિક વેપારીઓ વધુ ભાવ લઇ ગ્રાહકોને લૂંટી રહ્યા છે.