અમિતાભ બચ્ચન હવે પ્રભાસ અને દીપિકા પદુકોણ સાથે જોવા મળશે!

0
39

મેગા સ્ટાર અમિતાભ બચ્ચન એક આગામી ફ્લ્મિમાં ‘બાહુબલી’ પ્રભાસ અને દીપિકા પદુકોણ સાથે જોવા મળશે. વૈજયંતી ફ્લ્મ્સિ નામના પ્રોડ્કશન હાઉસના ૫૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ ફ્લ્મિ બની રહી છે.  હજુ આ ફ્લ્મિનું નામકરણ થયું નથી, પણ તેનું ડિરેક્શન મહાનતી ફેઇમ ફ્લ્મિમેકર નાગ અશ્વિન કરશે. બિગ-બી તેમાં કામ કરશે એવું જાહેર કરવા સાથે અમિતાભ બચ્ચને ટ્વિટર પર પોતાના લૂકની પહેલી તસવીર પોસ્ટ કરી છે.

આ વર્ષે જુલાઇમાં આ પ્રોજેક્ટની જાહેરાત થઇ હતી. એ વખતે ફ્લ્મિમાં પ્રભાસ અને દીપિકા પદુકોણના નામની જાહેરાત થઇ હતી. પરંતુ એ સમયે અમિતાભના નામની કોઇ ચર્ચા ન હતી. ફ્લ્મિ અંગે ડિરેક્ટર નાગ અશ્વિને રોમાંચ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ફ્લ્મિમાં પ્રભાસ અને દીપિકાની જોડી કામ કરે એ જ ફ્લ્મિની મહત્ત્વની હાઇલાઇટ્સ છે. મને આશા છે કે દર્શકો વર્ષો સુધી આ જોડીને દિલમાં યાદ રાખશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here