અમરેલીના ગીરધરભાઇ સંગ્રહાલયમાં આજે પણ ગાંધીજીના અસ્થિકુંભ સચવાયેલા છે

    0
    139
    • બાળકો અસ્થિકુંભના દર્શન કરી ગાંધીજીના જીવન કવન વિશે માહિતગાર બને છે
    • મહાત્મા ગાંધીએ સાત વખત અમરેલીની મુલાકાત લીધી હતી

    અમરેલીમા ગીરધરભાઇ સંગ્રહાલય ખાતે ગાંધીજીના અસ્થિકુંભ સચવાયેલા છે. મહાત્મા ગાંધી અસ્થિ વિસર્જન સમિતી બીરલા મંદિર નવી દિલ્હી દ્વારા અા અસ્થિ અમરેલીના તત્કાલીન ધારાસભ્ય ડાે.હરિપ્રસાદ ભટ્ટને અપાયા હતા.

    અમરેલીના તત્કાલીન ધારાસભ્ય ડાે. હરિપ્રસાદ ભટ્ટને મહાત્મા ગાંધી અસ્થિ વિસર્જન સમિતી દ્વારા ગાંધીજીના અસ્થિકુંભ અપાયા હતા. બાદમા તેમણે પાેતાના ઘરે અસ્થિકુંભ મુકી રાખ્યા હતા. આઝાદીની પ્રથમ ચુંટણી બૃહદ મુંબઇ દ્રિભાષી રાજયના ધારાસભ્ય તરીકે શપથ લેતી વખતે તેઓનુ હ્દય રેાગના હુમલાથી નિધન થયુ હતુ. બાદમા તેમના પત્ની સુભદ્રાબેન ભટ્ટને અમરેલીની જનતાએ ધારાસભ્ય તરીકે ચુંટી કાઢયા હતા.

    સુભદ્રાબેન ભટ્ટ સંગ્રહાલય સમિતિના સભ્ય હાેય તેમણે ગાંધીજીના અસ્થિકુંભ ઉદાર દિલે સંગ્રહાલયમા આપી દીધા હતા. ત્યારથી અહી ગાંધીજીના અસ્થિકુંભ સચવાયેલા છે.બીજી ઓકટાેબરે અહી શાળાના બાળકાે આ અસ્થિકુંભના દર્શન કરી ગાંધીજીના સંસ્મરણાે વાગાેળે છે. આ ઉપરાંત સંગ્રહાલયના સંચાલકાે દ્વારા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર તેમજ સુતરની આંટી પહેરાવી ગાંધીજીના જીવનકવન વિશે બાળકાેને માહિતગાર કરે છે. મહાત્મા ગાંધીજીએ પાેતાના જીવનકાળ દરમિયાન અમરેલીની સાત વખત મુલાકાત લીધી હતી. અહી તેમના સમર્થકાે દ્વારા તેમનુ અદકેરૂ સન્માન કરાયુ હતુ.

    ગાંધીજીએ સ્વદેશી ચિજવસ્તુઓ વાપરવાની ઝુંબેશ શરૂ કરી હતી
    અમરેલીની મુલાકાત વખતે ગાંધીજીએ ખાદી પ્રદર્શન, રેંટીયા ઘરનુ ઉદ્દઘાટન, રાષ્ટ્રીય શાળાની મુલાકાત તેમજ સ્વદેશી ચિજવસ્તુઓ વાપરવાની ઝુંબેશની શરૂઆત કરી હતી. તેમણે જૈન મહાજનવાડી, સુધરાઇ કચેરી વિગેરે સ્થળે જાહેર સભાઓ પણ કરી હતી.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here