અમદાવાદ: હેપ્પી સ્ટ્રીટ ફરીથી શરૂ થયું, ખાઉં ગલી તરીકે જાણીતી છે આ જગ્યા

0
49

અમદાવાદમાં ઘણી બધી એવી જગ્યા છે જ્યાં વિવિધ પ્રખ્યાત વાનગીઓ વખણાય છે પરંતુ લો ગાર્ડન અને માણેકચોકની વાત ન થાય ! એવામાં હવે અનલોક થયા બાદ લાંબા સમય બાદ અમદાવાદમાં લો ગાર્ડનમાં આવેલ હેપ્પી સ્ટ્રીટ પર ફૂડ સ્ટોલ ખુલી ગયા છે. 

દિવાળીમાં હેપ્પી સ્ટ્રીટ ફૂડ સ્ટોલ ખોલવાની મંજૂરી મળતા જ વેપારીઓમાં હર્ષ જોવા મળી રહ્યો છે ત્યારે ધમધમતા સ્ટોલમાં અમદાવાદીઓ આનંદ માણતાં નજરે પડી રહ્યા છે. 

ખૂબ સમય બાદ હેપ્પી સ્ટ્રીટની રોનક પહેલા જેવી જોવા મળી રહી છે. ગુજરાતમાં સ્વાદનાં શોખીનોની કમી નથી અને ઉત્તરથી લઈને દક્ષિણ સુધી આખા ગુજરાતનાં વિવિધ શહેરમાં વિવિધ વાનગીઓ વખણાય અને ખૂબ ખવાય છે એવામાં અમદાવાદમાં ખાવાના શોખીનો માટે હવે રાહતના સમાચાર આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here