અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 120 વેન્ટિલેટરી બેડની વ્યવસ્થા વધારાઈ

0
81

 15 ડૉકટરો પણ સંક્રમિત બન્યા છે

કોરોના વાયરસનું સંક્રમણ વધતા પરિસ્થિતિ બેકાબુ બની રહી છે. કોરોનાના વધતા કેસોની ગંભીરતાને જોતા સરકાર દ્વારા અમદાવાદ નજીક ખેડા, નડિયાદ અને આણંદમાં પણ હોસ્પિટલમાં વધારાના બેડની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને અમદાવાદના દર્દીઓને ત્યાં ખસેડી શકાય. 

અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ મેડિકલ સુપરિટેનડેન્ટ ડો. રજનીશ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોવિડ માટે 1200 બેડની કોવિડ હોસ્પિટલ છે જ્યાં હાલ સામાન્ય બેડ 50 ટકા ખાલી છે. 30 ટકા ઓક્સિજન બેડ અને 15 ટકા ઓક્સિજન બેડ ખાલી છે. હવે 1 અઠવાડિયામાંમાં વધુ 120 બેડ વેન્ટિલેટર વધશે એટલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંમાં વેન્ટિલેટર બેડની સંખ્યા 320થી વધી જશે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ઉપરાંત કેમ્પસની કિડની હોસ્પિટલ, કૅન્સર હોસ્પિટલ અને યુ એન મહેતા હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓ માટે વ્યવસ્થા કરાઈ છે. જ્યાં પણ હાલ 50 ટકા બેડ ખાલી છે. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં કોરોના કેસમાં ધીરેધીરે વધારો થઈ રહ્યો છે. રવિવારે જ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 95 ગંભીર દર્દીઓ નવા આવ્યા છે. કોવિડ હોસ્પિટલમાં સતત સેવા આપતા ડોકટર અને નર્સ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here