અમદાવાદ-મુંબઈ વચ્ચે 17 ઑક્ટોબરથી તેજસ એક્સપ્રેસ દોડશે

0
103

– નવો સ્ટોપેજ ઉમેરવામાં આવ્યું

દેશની પહેલી કોર્પોરેટ ટ્રેન અમદાવાદ-મુંબઇ તેજસ એક્સપ્રેસ હવે મુંબઇના અંધેરી સ્ટેશન પર રોકાશે. ભારતીય રેલ્વેની પીએસયુ કંપની આઇઆરસીટીસીએ   મુંબઇના અંધેરી સ્ટેશન પર આ ટ્રેનનો સ્ટોપેજ આપવા પાછળ કોરોના વાયરસને કારણે, મુસાફરોને લાંબા અંતરની મુસાફરી ન કરવી પડે તેથી આ પ્રીમિયમ ટ્રેનનું સ્ટોપેજ અંધેરી સ્ટેશનને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદથી આવતી વખતે આ ટ્રેન બપોરે 12.41 વાગ્યે મુંબઇના અંધેરી સ્ટેશન પર રોકાશે જ્યારે મુંબઇથી અમદાવાદ જતી વખતે બપોરે 15:58 વાગ્યે અંધેરી સ્ટેશન પર રોકાશે. 

અગાઉ તેજસ એક્સપ્રેસના સ્ટોપ નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશન નક્કી થયા હતા. 6 મહિનાથી વધુ સમય માટે અસ્થાયી રૂપે રદ થયા પછી, આ ખાનગી ટ્રેન ફરીથી પાટા પર દોડાવવામાં આવી રહી છે.

 આ ટ્રેન તહેવારની સીઝન એટલે કે દશેરા-દિવાળી પહેલા 17 ઑક્ટોબરથી ફરીથી ચલાવવામાં આવશે. તેજસ ટ્રેનની ટિકિટ બુકિંગ પણ શરૂ થઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here