અમદાવાદ: કરફ્યુ બાદ લોકોના મનમાં અનેક સવાલો, જેમણે લગ્નના મુહૂર્ત કઢાવી લીધા છે તેમનું શું થશે?

    0
    3

    દિવાળીના તહેવારો અને શિયાળાની ઋતુ શરૂ થતા કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે અમદાવાદ તંત્ર દ્વારા સંક્રમણને અટકાવવા માટે આવતીકાલથી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ લગાવવામાં આવ્યું છે પરંતુ લોકોના મનમાં કેટલાક સવાલ ઉપજી રહ્યા છે. 

    રાત્રિ કરફ્યુના નિર્ણય પર લોકોમાં ચર્ચા ઉઠી છે. ચૂંટણીઓ, રાજકીય કાર્યક્રમો અને તહેવારો પૂર્ણ થયા બાદ આ નિર્ણય ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા જેવો છે. ભાજપના નવા પ્રદેશ પ્રમુખની રેલીઓ, 8 પેટાચૂંટણીઓ, ચૂંટણી રેલીઓ અને સભાઓ અને તહેવારો બાદ આ નિર્ણય લેવો કેટલો યોગ્યો છે? જે લોકોએ લગન ના મુહર્ત કઢાવી લીધા છે તેમનું શું ? જેમણે લગ્નની તમામ તૈયારીઓ કરી લીધી એમનું શું થશે?

    કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ શહેરના દર્દીઓ માટે અસારવા સિવિલમાં વધુ 400 બેડની વ્યવસ્થા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં પણ 400 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. 

    અમદાવાદ શહેર માટે નવા 600 તબીબોની ફાળવણી કરવામાં આવી છે. લોકો નિયમોનું પાલન કરે અને અફવાઓથી દૂર રહે. નવી સૂચના ન મળે ત્યા સુધી કરફ્યૂ લાગૂ રહેશે. કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ માટે વધુ 300 ડોક્ટર્સ ફાળવાયા છે. 

    CM વિજય રૂપાણી સાથેની આજની બેઠકમાં નિર્ણય લેવાયો છે. અમદાવાદના દર્દીઓ માટે કુલ 800 વધુ બેડ ઉપલબ્ધ કરાવ્યા છે. સિવિલમાં 400 અને સોલા સિવિલમાં 400 વધુ બેડ ફાળવાયા છે. 70 ખાનગી હોસ્પિટલમાં કોરોના બેડ ઉપલબ્ધ કરાવાયા છે. ખાનગી હોસ્પિટલમાં વધુ 400 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. 

    શહેરની આસપાસના વિસ્તારમાં 100 બેડ ફાળવાયા છે. હાલમાં કુલ 2600 બેડ તમામ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. 108ની સેવામાં પણ વધારો કરાયો છે. 48 કલાકમાં અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. 40 એમ્બ્યુલન્સ માત્ર કોરોના દર્દીઓ માટે ફાળવી છે. 300 મેડિકલ સ્ટુડન્ટ કોરોના કામગીરીમાં ફાળવાયા છે. તો આવશ્યક સેવા સિવાય તમામ સેવા બંધ રહેશે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here