અમદાવાદીઓ કોરોનાને મજાકમાં ન લો, કરફ્યૂમાં લટાર મારવા નીકળનારા 683 લોકોની પોલીસે કરી ધરપકડ

0
47

એક તરફ કોરોના બેકાબુ બની રહ્યો છે. ત્યારે બીજી તરફ જનતા બેદરકાર બની રહી છે. સતત વધી રહેલા કોરોનાને લઇને સરકારે શુક્રવાર રાતથી લઇને આજે સવારે સોમવાર સુધી એટલે કે બે દિવસ અમદાવાદમાં કરફ્યૂ આપ્યો હતો. જેમા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો કે કોઇ નિયમનો ભંગ ન કરે. પરંતુ કેટલાક એવા બેદરકાર લોકો જેમને પોતાના તો નહીં બીજાના જીવ પણ પડી નથી. કરફ્યૂ દરમિયાન અમદાવાદમાં પોલીસે ઘણા એવા લોકોની ધરપકડ કરી જે લોકોએ કરફ્યૂનો ભંગ કર્યો છે અને માસ્ક વગર બહાર નીકળ્યા હતા.

અમદાવાદમાં કરફ્યૂ ભંગમાં પોલીસે 683 લોકોની ધરપકડ કરી છે. જેમા 637 લોકો સામે અમદાવાદ પોલીસે ગૂનો નોંધ્યો છે. તેમજ ડિટેઇન કરેલા વાહનો પેટે રૂ. 64 હજાર દંડ વસૂલ્યો છે. આ સિવાય અમદાવાદ પોલીસે 9 માસમાં માસ્ક પેટે રૂ. 13.40 કરોડ દંડ વસૂલ્યો છે. અમદાવાદમાં 2,68,238 બેદરકાર લોકોએ દંડ ભર્યો છે. રોજ આશરે અમદાવાદમાં 1500થી વધુ લોકો માસ્ક વગર દંડાય છે.

ઉલ્લેખનીય છે કે દેશભરમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે ફરજિયાત માસ્ક પહેરવા, હાથ ધોવા અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. છતાં પણ લોકો હજી પોતાની બેદરકારી બતાવી રહ્યા છે અને માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નીકળી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here