અમદાવાદમા બીજા દિવસે રસ્તાઓ સુમસામ, સંક્રમણ રોકવા લોક જાગૃતિ જરૂરી બની

0
109

અમદાવાદ શહેરમાં કોરોના વધતા જતા સંક્રમણને લઇને આપવામાં આવેલા 57 કલાકના કરફ્યુનો આજે બીજો દિવસ છે. અમદાવાદના જમાલપુર શાકમાર્કેટ શહેરનું સૌથી મોટું હોલસેલ અને રિટેઈલ શાકમાર્કેટ છે. અહીં લોકો વહેલી સવારમાં અમદાવાદમાંથી શાકભાજીની ખરીદી કરવા માટે આવતા હોય છે. 

આ વિસ્તારમાં વહેલી સવારે ટ્રાફિક જામ અને લોકોની ભીડના દ્રશ્યો નજરે પડતા હોય છે. ત્યારે આજે બીજા દિવસે રોડ સાવ ખાલી જોવા મળી રહ્યા છે. બીજી તરફ એક પણ શાકભાજીની દુકાન ખુલ્લી ન હતી. 

જોકે કરફ્યૂનું ચુસ્તપણે પાલન થાય તે માટે સતત આ વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ કોર્પોરેશનની દબાણની ગાડી પણ સતત ફરતી રહે છે.

શિયાળાની સવારમાં અમદાવાદ રિવરફ્રન્ટ પર લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. મોર્નિંગ વોક કરવા અને સાઇકલિંગ કરવા લોકો સવારથી ઉમટી પડતા હોય છે પરંતુ આજે કરફ્યૂના બીજા દિવસે કશું જ ના થયું. બીજા દિવસે રિવરફ્રન્ટ સાવ ખાલી જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here