અમદાવાદમાં ઠંડીનો ચમકારો યથાવત, સવારે 20 ડિગ્રી સેલ્સિયસ

0
111

એક તરફ કોરોના મહામારી અને તહેવારોની સિઝન વચ્ચે રાજ્યમાં ધીમી ગતિએ શિયાળીની શરૂઆત થઇ ગઇ છે. અમદાવાદમાં પણ વહેલી સવારે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. અમદાવાદમાં સવારે ધુમ્મસ સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો. હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. 

અમદાવાદમાં તાપમાન 17 ડીગ્રી સુધી નીચે પહોંચતાં રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. શહેરમાં સવારે 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસનું તાપમાન નોંધાયું હતુ. 

હજુ આગામી દિવસોમાં ઠંડીનું જોર વધે તેવી પૂરી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. નવેમ્બરની શરૂઆત થઈ ગઈ હોવા છતાં રાજ્યમાં હજુ જોઈએ તેવી ઠંડી પડી રહી નથી, પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી અમદાવાદ, ગાંધીનગર, નલિયાનાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મોટાભાગનાં શહેરોમાં 20 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here